હાર્દિક પટેલ સામેના રાજદ્રોહ કેસ મામલે આજે વધુ એકવાર ચાર્જફ્રેમની કાર્યવાહી ટળી છે. હાર્દિકે કરેલી ડિશચાર્જ અરજી પર કોર્ટ રજા પર હોવાથી સુનાવણી ટળી છે. જેથી આગામી સુનાવણી ૮ જાન્યુઆરીના રોજ સેશન્સ કોર્ટ માં હાથ ધરાશે. તો આજે કોર્ટના સુનાવણી હોવા છતાં હાર્દિક પટેલ અને દિનેશ પટેલ ગેરહાજર રહ્યાં હતા. જો કે આગામી સુનાવણી ૮ જાન્યુઆરીએ હાથ ધરાશે.
મહત્વનું છે કે અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આજે સુનાવણી થવા હતી. હાર્દિક, ચિરાગ અને દિનેશ પટેલ પર રાજદ્રોહનો કેસ લાગેલો છે. જેથી કોર્ટના આદેશ મુજબ હાર્દિક, ચિરાગ અને દિનેશ પટેલ આજે કોર્ટમાં હાજર રહેવાના હતા. પરંતુ તેઓ ગેરહાજર રહ્યાં હતાં.
નોધનીય છે કે થોડા સમય અગાઉ હાર્દિકને જામીન અંગે હાઇકોર્ટમાં દલીલો ચાલી હતી. હાઈકોર્ટમાં સરકારી વકીલની સતત રજૂઆત હતી કે,જો હાર્દિકને જામીન અપાય તો રાજ્યમાં કાયદો-વ્યવસ્થા કથળેઅને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાશે.