જવાહરમેદાનમાં આજની કથામાં પૂ. જીજ્ઞેશ દાદાએ કૃષ્ણની વૃંદાવનથી મથુરાની વિદાય અને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગોને એવો શબ્દદેહ આપ્યો કે બધા એમાં ઓતપ્રોત થઈ ગયા હતા. રાસના પ્રસંગની વાત વખતે ભાવિકો ખુદ ઉભા થઈ રાસ રમવા માંડ્યા હતા અને કૃષ્ણ વિદાય સમયે લોકોની આંખોમાં અશ્રુ વહેલા માંડ્યા હતા. દાદાએ કહ્યું કે તમે આ કથામાં માત્ર સાંભળીને રડો છો તો જેની સાથે૧૧વર્ષ ગાળ્યાએ વૃંદાવનના લોકોની શી હાલત થઈ હશે. એની માતા યશોદાની કોઈ સ્થિતિ થઈ હશે. આ પછી રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાયો ત્યારે ઢોલ – શરણાઈના સૂર સાથે કનૈયાની જાન મંડપમાં આવતા લોકો નાચી ઊઠ્યા હતા.
મથુરાના વિશિષ્ઠ મંડળ દ્વારા કરાતી ઝાંખીમાં કૃષ્ણ અને રૂક્ષ્મણીની પણ ઝાંખીની લગ્નવિધિ કરાઈ હતી. લોકો આ પ્રસંગને ઘરમાં લગ્ન પ્રસંગ હોય તેમ માણ્યો હતો. શ્રીમદ્દ ભાગવત કથામાં દસમો સ્કંદ એ ભગવાનનું – કથાનું હૃદય અને તેમાં પ્રાણ એટલે પંચાધ્યાય રાસ આ રાસએટલે કોઈ સામાન્ય રાસ નથી પણ ભગવાને રચેલો ?મહારાસ? છે. આ રાસ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો રાસ નથી. જીવ અને પરમાત્મા વચ્ચેનો મહા રાસ છે. જેને જોવા માટે ખુદ શિવજીને પણ જીજ્ઞાસા થાય છે એવો રાસ છે. આત્મા અને પરમાત્માના મિલન ગાથા એટલે આ મહા રાસ – રાસ લીલા.આ રાસમાં ગોપીઓ અને કૃષ્ણ વચ્ચે રાસ રચાયો – રામા અવતારના ઋષિ મુનિઓ હતા એ અહીં ગોપીઓ બનીને આવેલા છે. ભગવાને શરદ પુર્ણિમાની રાત્રીએ સ્વયં આ રાસ રચ્યો છે. વાતાવરણ દિવ્ય રચાય છે. ભગવાને કદમ્બના વૃક્ષ નીચે જઈ વેણુ નાદ કર્યો. આ વેણુનાદ ક્લિમ્નો નાદ કર્યો. આ કામનાને વશ કરનાર નાદ છે.