કોંગ્રેસ બેવાર હારેલા અને ૭૦ વર્ષથી વધુ ઉંમરનાને ટિકિટ નહીં આપે

987
gandhi1282017-4.jpg

વિધાનસભાની યોજાનાર ચૂંટણીને લઈને કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં બેવાર ચૂંટણી હારેલા અને ૨૦ હજારથી વધારે મતોથી હારનારને આ વખતે ટિકિટ નહીં આપે. સાથે જ જે ઉમેદવારો ૭૦ કરતાં વધારે વર્ષની ઉંમર ધરાવે છે તેમને ટિકિટ નહીં ફાળવે. કોંગ્રેસની મળેલી મિટિંગમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સોમવારે સવારે વિધાનસભાના ઉમેદવારોને લઈને સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ચૂંટણી કમિટીની બેઠક મળી હતી. જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Previous articleગુસ્તાખી માફ
Next articleબનાસ નદીમાં ડૂબતા ૩ બાળકોને બચાવવા જતા ૨ કિશોરીઓના મોત