સેક્સી સ્ટાર એમી જેક્સન ફરી એકવાર ચર્ચામાં છે. તેના બોલ્ડ અને સેક્સી ફોટોના કારણે એમી જેક્સને ચર્ચા જગાવી દીધી છે. તે ફિલ્મો કરતા તેના ચાહકોમાં બોલ્ડ ફોટાઓના કારણે વધારે ચર્ચામાં રહે છે. તેની પાસે કેટલીક ફિલ્મો પણ સારી રહેલી છે. હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સન બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસો પણ કરી રહી છે પરંતુ તે હિન્દી ભાષાને લઇને રહેલી તકલીફ સંપૂર્ણપણે દુર કરી શકી નથી.તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સાથે સાથે કેરિયર પર પણ ધ્યાન આપી રહી છે જેથી તેના બોલિવુડમાં રહેલા શુભચિંતકો હવે તેને હિન્દી ભાષા પર પ્રભુત્વ મેળવી લેવાની સલાહ આપી રહ્યા છે. એમી જેક્સન હાલમાં તેની પાસે અન્ય ફિલ્મો પઁણ હાથમાં છે. તેની કેરિયરમાં હાલમાં તે સૌથી મોટા સુપરસ્ટાર સાથ કરી ચુકી છે. રજનિકાંત સાથેની ફિલ્મ રજૂ કરાયા બાદ જેક્સનની કેરિયરમાં તેજી આવી શકે છે અને તેની માંગ હાલ કરતા વધારે થઇ શકે છે. એમી જેક્સને છેલ્લે અક્ષય કુમારની સાથે સિંહ ઇઝ બ્લિંગ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ જ સફળતા મેળવી શકી હતી. એમી જેક્સનને બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. તેની પાસે આવી જ ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. ફિલ્મમાં તેની યાદગાર ભૂમિકા રાખવામાં આવી શકે છે. સેક્સી સ્ટાર એમી જેક્સન સાવધાનીપૂર્વક ફિલ્મો હાલમાં સ્વીકારી રહી છે. ૪૦૦ કરોડના જંગી ખર્ચે બનેલી ટુ ફિલ્મ બાદ તેની પાસે હવે નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. તેની પાસે દક્ષિણ ભારતની પણ ફિલ્મો રહેલી છે. હિન્દી ફિલ્મોને લઇને પણ તે આશાવાદી છે. સ્પર્ધાને લઇને બિલકુલ પરેશાન નથી.