ધોની કોઈપણ ક્રમ પર બેટિંગ કરવા સક્ષમ છેઃ શેન વોર્ન

681

ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન સ્પિનર શેન વોર્ને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મહત્વની વાત કરી છે. મહત્વનું છે કે, ૩૦ મેથી વિશ્વકપનો પ્રારંભ થવાનો છે અને તેવામાં વિશ્વભરના ખેલાડીઓ અને ટીમો માટે પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગયું છે. આ પૂર્વ બોલરે ધોનીની આલોચકોને ફટકાર લગાવી છે. શેન વોર્ન પોતાની આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ તરફથી આયોજીત પત્રકાર પરિષદમાં બોલી રહ્યો હતો, તેમાં તેણે ઘણા મુદ્દે પોતાની વાત રાખી હતી. શેન વોર્ને સ્વીકાર્યું કે, ધોની વિશ્વનો એકમાત્ર બેટ્‌સમેન છે જે કોઈપણ ક્રમે બેટિંગ કરવા સક્ષમ છે. વોર્ને કહ્યું કે, તે એક મહાન ખેલાડી છે અને ટીમની જરૂરીયાત પ્રમામે તે કોઈપણ ક્રમે બેટિંગ કરી શકે છે. વોર્ને કહ્યું કે, ધોનીની કોઈપણ પરિસ્થિતિમાં પોતાને સેટ કરવાની ક્ષમતા તેને બીજા કરતા અલગ બનાવે છે. શેન વોર્ને ધોનીના ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, તેની આલોચના કરતા પહેલા દરેક વ્યક્તિએ એકવાર જરૂર તે વાત વિચારવી જોઈએ કે તમે કઈ વ્યક્તિ વિશે આવી વાત કરી રહ્યાં છે અને ક્રિકેટ જગતમાં તેનું શું યોગદાન છે.

Previous articleવર્લ્ડ કપમાં ધોનીની જગ્યાએ વિજય શંકરને રમાડોઃમાંજરેકર
Next articleયુવેન્ટ્‌સે એટલેટિકોને ૩-૦થી હરાવ્યું, મેસી-રોનાલ્ડોના નામે ૮-૮ હેટ્રિક