યુવેન્ટ્‌સે એટલેટિકોને ૩-૦થી હરાવ્યું, મેસી-રોનાલ્ડોના નામે ૮-૮ હેટ્રિક

641

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની હેટ્રિકની મદદથી યુવેન્ટ્‌સે ચેમ્પિયન્સ લીગના રાઉન્ડ ઓફ ૧૬ના સેકન્ડ લેગમાં શાનદાર વાપસી કરી છે. સિરીઝ એ ફુટબોલ લીગની ચેમ્પિયન યુવેન્ટ્‌સે મંગળવારે મોડી રાત્રે એટલેટિકો મેડ્રિડ વિરુદ્ધ ૩-૦થી જીત હાસિલ કરી હતી. રોનાલ્ડોએ મેચની ૨૭મી અને ૪૮મી મિનિટે ગોલ કર્યો હતો. આ સિવાય તેણે ૮૬મી મિનિટમાં પેનલ્ટી પર પણ ગોલ કર્યો હતો. પ્રથમ લેગમાં એટલેટિકો મેડ્રિડે યુવેન્ટ્‌સને ૨-૦થી હરાવ્યું હતું. આ રીતે યુવેન્ટ્‌સની ટીમે સ્પેનિશ ટીમને ૩-૨ના અંતરથી બહાર કરી દીધી હતી.

રોનાલ્ડોની આ હેટ્રિકે લિયોનેલ મેસીના ચેમ્પિયન્સ લીગમાં આઠ હેટ્રિકના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ૧૯૮૨ બાદ જન્મેલા ખેલાડીઓમાં માત્ર મેસી અને રોનાલ્ડો જ છે જે ચેમ્પિયન્સ લીગમાં આઠ-આઠ હેટ્રિક લગાવી શક્યા છે. રોનાલ્ડો અને મેસી સિવાય મારિયા ગોમેજ, ફિલિપ્પો ઇનસાધી અને લુઈઝ એડ્રિઆનો ચેમ્પિયન્સ લીગમાં ૩-૩ હેટ્રિક લગાવી ચુક્યા છે.

રોનાલ્ડોએ ચેમમ્પિયન્સ લીગમાં પોતાની પ્રથમ હેટ્રિક ૨૦૧૨-૧૩માં એએફસી અજાક્સ વિરુદ્ધ લગાવી હતી. ત્યારબાદ તેણે ૨૦૧૩-૧૪માં ગાલાતાસારે એસકે વિરુદ્ધ હેટ્રિક કરી હતી. ૨૦૧૫-૧૬માં રોનાલ્ડોએ શખ્તર ડોનેટસ્ક, માલ્મો એફએફ અને વીએફએલ વૂલ્ફ્સબર્ગ વિરુદ્ધ હેટ્રિક ગોલ કર્યા હતા. ૨૦૧૬-૧૭માં તેણે બેયર્ન મ્યૂનિખ અને એટલેટિકો મેડ્રિડ વિરુદ્ધ હેટ્રિક ગલાવી હતી. મંગળવારે રાત્રે તેણે ફરી એટલેટિકો મેડ્રિડ વિરુદ્ધ હેટ્રિક ગોલ કર્યા હતા.

Previous articleધોની કોઈપણ ક્રમ પર બેટિંગ કરવા સક્ષમ છેઃ શેન વોર્ન
Next articleટેનિસ કોર્ટ પર પરત ફરી સાનિયા મિર્ઝા, પ્રેક્ટિસનો વીડિયો વાયરલ