ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ શુક્રવારે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. ગુરુવારે મોડીરાતે સીએમ રૂપાણી દ્વારા પ્રધાનો વચ્ચે ખાતાઓની ફાળવણી કરી દેવાયા બાદ પ્રદિપસિંહ જાડેજા પાસે ગૃહ વિભાગ યથાવત રાખવામાં આવ્યો છે. દરમિયાન શુક્રવારે સવારે પ્રદિપસિંહ જાડેજાએ પોતાનો કાર્યભાર સંસભાળી લેતા કામ શરૂ કરી દીધું છે.
આ પ્રસંગે પ્રદિરસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાજ્યમાં શાંતિ, સુરક્ષા જળવાય તે અમારી પ્રાથમિકતા રહેશે. જ્યાં સુધી દારૂબંધીની વાત છે તો દારૂબંધીનો કાયદો અમારી સરકારે જ બનાવ્યો છે. કેટલાંક લોકો પ્રસિદ્ધિ માટે ખોટો દેખાવ કરે છે. દારૂબંધીના કાયદાનું અમલીકરણ કરાવવામાં આવશે. અમલીકરણ થકી નાની મોટી ક્ષતિઓ સુધારાશે.
ઉલ્લેખનિય છે કે ગુજરાત વિધાનસભામાં ચાલી આવતી વાયકા કે જે ગૃહપ્રધાન પદ સંભાળે છે તે ફરી ચૂંટાતા નથી. તેને ખોટી સાબિત કરીને પ્રદિપસિંહ ફરીથી ચૂંટાયા પણ ફરીથી ગૃહ પ્રધાન પણ બન્યા છે. સામાન્ય રીતે કામ કરવામાં માનતા, પ્રદિપસિંહ જ્જવલે જ મીડિયા સામે આવતા હોય છે. પોતાનું કામ કરતાં રહેતાં હોય છે.
આમ છતાં તેમના વડપણ હેઠળ કાર્ય કરતાં પોલીસ વિભાગ અવાર નવાર સમાચારોમાં રહેતું હોય છે. પોલીસ વિભાગમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર, એફઆઈઆર નોંધણીમાં મુસીબતો અને મોટેપાયે ખાયકી,વયોવૃદ્ધોની હત્યા, ચોરી અને લૂંચંફાટે મૂકેલી માઝા જેવા બનાવો અવારનવાર સમાચારોમાં જગ્યા બનાવે છે. આશા રાખીએ કે આ વખતે તેમના નેતૃત્વમાં પોલીસ વિભાગમાં રહેલા ભ્રષ્ટાચાર સામે કડક હાથે કામ લેવાય.