સાબરકાંઠા જિલ્લામાં મતદારોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી.
શહેરના છાપરીયા ચાર રસ્તાથી પ્રારંભ થઇ મહાવીરનગર ચાર રસ્તા થઇ ટાવર રોડ, સિવિલ સર્કલ અને મોતીપુરા સહિતના વિવિધ વિસ્તારમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.