સાબરકાંઠા બેંક દ્વારા બેંકના વિકાસમાં સહભાગી થવા ચિંતન શીબીર યોજાઈ

584

બેન્કીંગ સમયની સાથે રાષ્ટ્રીયકૃત બેંકોની હરોળમાં આપણે પાછા નથી પડ્યા નાંણાકીય સંસ્થામાં આપણે કોઈપણ નિર્ણય કરીએ ત્યારે ગ્રાહકને લક્ષ્યમાં રાખવો જાઈએ તમે સારૂ કાર્ય કર્યુ છે.પણ હજુ સમય સાથે જુની ગ્રેડ થી બહાર આવવાની જરૂર છે. સાબરકાંઠા ડીસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બંન્ને જીલ્લાના ૧ર૯ શાખાના તમામ કર્મચારી સ્ટાફ તથા બોર્ડ ઓફ ડીરેકટર્સની યોજાયેલી સ્વામીનારાયણ મંદીરમાં ચિંતન શીબીરમાં ચેરમેન મહેશભાઈ પટેલે વધુમાં માર્ગદર્શન આપતા જણાવેલ કે, સમયની સાથે ન ચાલે તેની રાહ સમય જાતો નથી. આ વાત કાયમ ઉજાગર કરવી  જાઈએ. એ ન કરીએ તો આપણે નિષ્ફળ જઈએ, મનથી કામ કરવાની અડગ શક્તિ જાઈએ. આપણે બધાએ સર્વિસમાં જવા પ્રાયોરીટી નહીં પરંતુ કંપરસરલી હોવું જાઈએ. ધિરાણ લેનારનો વિકાય થયો અને વસુલાત થવાથી આત્મસંતોષ મળશે. આ એવોર્ડ મળ્યો એક નિમીત છે. સ્ટાફે કામ કર્યુ તેથી મળ્યો છે. જેથી બધાએ સૌ સાથે મળી બેન્કના વિકાસમાં સહભાગી થઈ કાર્ય કરવું જાઈએ. આ પ્રસંગે બેન્કને નાબાર્ડ દ્વારા વર્ષ-ર૦૧૮ નો એવોર્ડ મળતા તેમજ ચેરમેન મહેશભાઈ પટેલની રેલ્વે મંત્રાલયમાં નિમણુંક થતાં અને સાબરડેરીની ચુંટણીમાં સહકારની ભાવના રાખી બીનહરીફ ડીરેકટરો લાવવા જે પ્રકારની કામગીરી કરી તે બદલ બોર્ડ ઓફ ડીરેકટર્સ અને કર્મચારી પરીવાર દ્વારા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવેલ. જયારે બેન્કના ડીરેકટર જેઠાભાઈ પટેલ અને જુશભાઈ પટેલ સાબરડેરીમાં ચુંટાઈ આવેલ. તેમનું પણ બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ. કર્મચારીઓના ચિંતન શીબીરમાં બેન્કના ચીફ એકઝીક્યુટીવ એચ.પી.નાયક, એડવાઈઝર હરીશભાઈ પટેલ, જનરલ મેનેજર પ્રવીણભાઈ જે.પટેલ, ગીરીશભાઈ પટેલ વગેરેએ પણ ચિંતન શીબીરમાં કર્મચારીઓને બેન્ક કેવી રીતે વધુ પ્રગતી કરે તથા અન્ય બેન્કીંગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુું હતું .

 

Previous articleહિંમતનગરમાં મતદાન જાગૃતિ માટે શિક્ષકોની બાઇક રેલી યોજાઇ
Next articleસાબરકાંઠા જિલ્લામાંથી ૧૭૨૦ હોર્ડિગ્સ – સાથે ના  બેનરો દૂર કરાયા