ખેડુતોને ઘઉંના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ ઘઉંનો ભાવ રૂપિયા ૧૮૪૦ નક્કી કરાયો છે. ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત હોવાથી ખેડુતોએ તારીખ ૩૧મી, માર્ચ સુધીમાં દહેગામ કેન્દ્ર ખાતે નોંધણી કરાવવાની રહેશે. ૧ એપ્રીલથી ખરીદીની પ્રક્રિયા શરૂ થશે.
કેન્દ્ર સરકારે મગફળી બાદ હવે ઘઉંને પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિક્વિન્ટલ રૂપિયા ૧૮૪૦ના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. ઘઉંની ખરીદી માટે ખેડુતોની પાસેથી ઓનલાઇન નોંધણી ફરજિયાત કરાઇ હોવાથી તારીખ ૩૧મી,માર્ચ-૨૦૧૯ સુધીમાં ખેડુતોની નોંધણીની કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લાના દહેગામ અને માણસા એમ બે કેન્દ્રોમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે. પરંતુ ખેડુતોની ઓનલાઇન નોંધણી માત્રને માત્ર દહેગામ કેન્દ્ર ખાતે જ રાખવામાં આવી છે.
ઘઉં ખેતરમાંથી કાઢવાના બાકી હોય તેમ છતાં નોંધણી કરાવી દેવી જરૂરી છે. કેમ કે જે ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવી હશે. તેવા ખેડુતો પાસેથી દહેગામ અને માણસા કેન્દ્ર ખાતેથી તારીખ ૧લી,એપ્રિલ-૨૦૧૯ થી ઘઉંની ટેકાના ભાવે ખરીદીની કામગીરી હાથ ધરાશે. ઓનલાઇન નોંધણી વિના ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે નહી તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એ જણાવ્યું છે.