ગાંધીનગર માણસા હાઈવે પર આવેલા કુદરતી, શાંત અને અભ્યાસમયી વાતાવરણમાં ર૦૦૯ થી કાર્યરત બાપુ ગુજરાત નોલેજ કેમ્પસની સંલગ્ન સંસ્થાઓ શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી તથા શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટિટયુટ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સમગ્ર કોલેજીસમાંથી અનુક્રમે પહેલો, બીજો, છઠ્ઠો અને આઠમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્થાઓના અભ્યાસલક્ષી અભિગમને ઉચ્ચ પરિણામ વડે કૃતાર્થ કર્યો છે.
બાપુ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના પોસ્ટ ગ્રેજયુએટ મિકેનીકલ બ્રાન્ચમાં અભ્યાસ કરતાં પટેલ સિધ્ધાર્થ આર, ૯.૪૪, એસ.પી.આઈ. સાથે યુનિવર્સિટીમાં પ્રથમ રેન્કે ઉત્તિર્ણ થયેલ છે. જયારે બારોટ હર્ષદ આર., ૯.૩૩, એસ.પી.આઈ. સાથે યુનિવર્સિટીમાં બીજા ક્રમે ઉત્તિર્ણ થયેલ છે.
આ ઉપરાંત કેમ્પસની ફાર્મસી કોલેજના પાંચમાં સેમેન્સટરની વિદ્યાર્થીની કુમારી તન્વી ચૌધરી, ૯.ર૭, એસ.પી.આઈ. સાથે યુનિવર્સિટીમાં છઠ્ઠા રેન્કે ઉત્તિર્ણ થયેલ છે. જયારે પ્રથમ સેમેસ્ટરની વિદ્યાર્થીની ભીરો મૃગાક્ષી, ૯.૩૮ સાથે આઠમાં ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. અને પ્રથમ સેમેસ્ટરની સાક્ષી મહેશ્વરી, ૯.૦૦ સાથે ઉત્તિર્ણ થઈ સંસ્થાનું ગૌરવ વધારેલ છે. સંસ્થાના ઉચ્ચ પરિણામ બદલ ટેકનોલોજી કોલેજના પ્રિન્સીપાલો તથા કેમ્પસના ડાયરેકટ તેમજ સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ગૌરવની લાગણી અનુભવી હતી.