રાજભવન ખાતે ગાંધીનગરના મધર ટેરેસા વર્લ્ડ સ્કુલના વિદ્યાર્થીઓએ ગુજરાતના રાજયપાલ ઓ. પી. કોહલીની મુલાકાત લીધી હતી. રાજયપાલે વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ બાબતે સંવાદ યોજયો હતો, જયારે શાળાના સંચાલકોએ પોતાની શાળાની શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓની રૂપરેખા રાજયપાલને જણાવી હતી.