વિધાનસભાના અધ્યક્ષ દ્રારા લોકશાહીની હત્યા કરાઇઃ ગુજરાત કોંગ્રેસ

545

ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડાની મેજિસ્ટરિયલ કોર્ટે ગુનેગાર જાહેર થયેલા અને ૯ મહિનાની જેલની સજા પામેલા ભગાભાઈ ધાનાભાઈ બારડનું ધારાસભ્યપદ ગુજરાત વિધાન-સભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રદ કર્યુ હતુ.

લોકસભા ચૂંટણી પૂર્વે જૂનાગઢ જિલ્લાની તાલાલા બેઠક ખાલી થતા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ચુંટણીપંચે પણ યોગ્ય પ્રક્રિયા અપનાવ્યા વિના તલાલા બેઠક માટે પેટાચુંટણી જાહેર કરી દીધી છે. કોર્ટમાં કેસ પડતર હોવા છતા પંચે નિર્ણય લીધો છે આ મામલામાં ભગાભાઇ બારડે હાઇકોર્ટમાં રિટ કરી હતી અને આ રિટમાં એવી રજૂઆત કરી હતી કે કોર્ટ દ્વારા તેમની સજા જાહેર થયા બાદ તેમને બરતરફ કરવાનો સ્પીકરે નિર્ણય લીધો હતો.

જો કે તે નિર્ણય તેમની સત્તા બહારનો છે, સ્પીકર બરતરફીનો નિર્ણય લઇ શકે નહી. સામા પક્ષને સાંભળ્યા વગર નિર્ણય લેવાયો છે તે કુદરતી ન્યાયના સિધ્ધાંતનો ભંગ સમાન છે. તેમની સજા પર કોર્ટે સ્ટે આપી દીધો હોવા છતા સ્પીકરે તેમની વાતને સાંભળી નહોતી. કોર્ટ સજા આપે તેના પર તરત બરતરફની હુકમ આપી દેવાય તો પછી કોર્ટ સજા પર સ્ટે આપે તો સ્પીકર તેના પર કોઇ બચાવની દલીલ સાભંળ્યા વગર આખરી હુકમ આપી દીધો હતો તે ગેરકાયદેસર છે.

હવે આ મામલામાં વિધાનસભા અધ્યક્ષની ચેમ્બર બહાર કોંગ્રેસના ધારાસભ્યો આજે ધરણાં કર્યા હતાં. તાલાલાના ભગા બારડને સસ્પેન્ડ કરવા મામલે રજૂઆત કરવામાં આવી છે.

આ મામલે ગુજરાત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, વિધાનસભાના અધ્યક્ષ દ્રારા લોકશાહીનું ખૂન કરાયું કરાયું છે. તેઓ સસ્પેન્શન મુદ્દે પુનઃવિચાર કરવા તૈયાર નથી તે અયોગ્ય છે. ભગવાન બારડને ગેરબંધારણીય રીતે દૂર કરાયા છે. તેમણે અધૂરી માહિતીના આધારે ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા છે. અમે આ મામલામાં રાજ્યપાલને રજૂઆત કરી પણ કોઈ જવાબ ન મળ્યો. વિધાનસભા અધ્યક્ષના હાથ બંધાયેલા છે.

Previous articleબાપુ કોલેજનું જીટીયુ વિન્ટર પરિક્ષામાં ઝળહળતું પરિણામ
Next articleમેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા વસ્ત્રાલ સ્ટેશન પર લાગી મુસાફરોની લાંબી લાઈન