મેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા વસ્ત્રાલ સ્ટેશન પર લાગી મુસાફરોની લાંબી લાઈન

712

અમદાવાદ મેટ્રો રેલ નિયમિત રીતે શરૂ થયાના બીજા જ દિવસે ખોટવાઇ ગયા બાદ આજે ફરી બીજી વખત ખોટવાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આજે દસ વાગે એપરલપાર્ક પાસે ટ્રેન બે કલાક ખોટવાઈ જતાં સ્ટેશન પર હાજર મુસાફરોને પાછા જવાની ફરજ પડી હતી.

અમદાવાદ શહેરમાં હજુ તો મેટ્રો ટ્રેનને માત્ર ૧૪ દિવસનો સમયગાળો વીત્યો છે ત્યારે આટલા ટૂંકા ગાળામાં બે વખત ટ્રેન ખોટવાઈ જતાં મુસાફરો પરેશાન થયા છે. મેટ્રો ત્રણના ફેઝ વનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનમાં મુસાફરી કરીને ઉદ્ઘાટન કર્યું હતું. તેના ગણતરીના દિવસોમાં ૯મી માર્ચે ટ્રેન ખોટવાઈ હતી અને મુસાફરો અટવાયા હતા. આજે ફરી એકવાર મેટ્રો ટ્રેન ખોટવાઈ છે, જેના કારણે ફ્રી ટ્રાયલ મુસાફરી કરવા ઇચ્છતા અનેક લોકો અટવાયા હતા. સામાન્ય રીતે તેના શેડ્યૂલ મુજબ ઉપડનારી મેટ્રો ટ્રેન સવારે દસ કલાકે ઉપડવાની હતી. લોકો ઉત્સાહમાં હતા, પરંતુ બે કલાક સુધી ટ્રેન નહીં ઉપડે તેવી જાહેરાતને પગલે પ્રવાસીઓએ પાછા જવું પડ્યું હતું.  ૯મી માર્ચે મેટ્રો ટ્રેનમાં એસીની સિસ્ટમ બંધ પડી ગઇ હતી. જેને લીધે ટ્રેનને આઠ મિનિટ સુધી રોકી રાખવાની ફરજ પડી હતી. સેન્ટ્રલ એસી બંધ થઇ જતાં ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઇ ગયા હતા.

Previous articleવિધાનસભાના અધ્યક્ષ દ્રારા લોકશાહીની હત્યા કરાઇઃ ગુજરાત કોંગ્રેસ
Next articleવાતાવરણમાં પલટો : માવઠાની ભીતિથી ખેડૂતો ચિંતિત