MLAબારડ મુદ્દે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા, રામધુન બોલાવાઈ

653

તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જે અંતર્ગત વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતાં. કોંગ્રેસનો આરોપ છે કે ભગવાન બારડને બંધારણ વિરુદ્ધ જઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વિક્ષપ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ઉગ્રે દેખાવો શરૂ કર્યા છે. અહીં પરેશ ધાનાણીએ જણાવ્યું કે સરકારના દબાણથી ભગવાન બારડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રજૂઆત છતાં રાજ્યપાલ તરફથી કોઇ જવાબ મળ્યો નથી. વિધાનસભાના અધ્યક્ષના હાથ બંધાયેલા છે.

સસ્પેન્શન મુદ્દે ફરી વિચાર કરવા વિધાનસભાના અધ્યક્ષ તૈયાર નથી.

છેલ્લા કેટલાક દિવસથી ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ હવે આક્રમક મૂડમાં આવ્યા છે. આજે તેઓએ વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા અને રામધૂન બોલાવી હતી.

આ મુદ્દે આહિર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરી અને મોરચો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢમાં મળેલી આહિર સમાજની બેઠકમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડના સમર્થનમાં આહિર સમાજે શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કર્યુ છે.

આગામી ૧૭મી માર્ચે આહિર સમાજ વેરાવળમાં એક વિશાળ કાર્યક્રમ યોજી અને શક્તિ પ્રદર્શન કરશે. આહિર સમાજ દ્વારા શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભગવાન ભાઈના સસ્પેન્સન મુદે તેમણે હાઇકોર્ટમાં સરકારના નિર્ણયને પડકારતી અરજી કરી છે. કોંગ્રેસે અગાઉ આ મુદ્દે સ્પષ્ટ જણાવ્યું હતું કે તે રાજ્યવ્યાપી પ્રદર્શન કરી અને આ મુદ્દે વિરોધ કરશે.

Previous articleહાર્દિકની ચૂંટણી લડવાની અરજી પર જજે કહ્યું, ‘નૉટ બિફોર મી…’
Next articleભારતમાં પણ હવે બોઇંગ ૭૩૭  મેક્સ બેન : ફ્લાઇટ ઉપર અસર