કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ યુપીના પ્રભારી પ્રયંકા ગાંધી બુધવારે ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખરને મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી. પ્રિયંકા ગાંધી અચાનક ચંદ્રશેખર સાથે મુલાકાતથી રાજકીય ચર્ચા ચાલુ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે ૧૫ માર્ચ બાદ ચંદ્રશેખર ચૂંટણી લડશે અને કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરી શકે છે. ચંદ્રશેખર સાથે મુલાકાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખરની દરેક લડાઇમાં તેની સાથે છું.કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી અને ચંદ્રશેખર વચ્ચે થનારી આ મુલાકાત અનેક મતલબ થઇ શકે છે. મંગળવારે મંજૂરી વગત સહારનપુરના દેવબંદમાં પદયાત્રા કરી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ચંદ્રશેખરની ધરપકડ થઇ હતી. ત્યારબાદ પોલીસની સાથે સમર્થકો વચ્ચે ઘર્ષણ દરમિયાન ચંદ્રશેખરની તબિયત બગડી હતી. તેઓને મેરઠ મેડિકલ કોલેજમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
ચંદ્રશેખર અને પ્રિયંકા ગાંધીની મુલાકાત ખાસ ગણવામાં આવી રહી છે. ચર્ચા ચાલી રહી છે કે ચંદ્રશેખર કોંગ્રેસની ટિકિટ પર વારાણસીથી મેદાનમાં હશે અને પછી કોંગ્રેસ ભીમ આર્મીને મોદી વિરુદ્ધ સમર્થન આપશે.
આ પહેલા ચંદ્રશેખરે કહ્યું હતું કે સપા-બસપાનું જ્યારે ગઠબંધન થયું હતું ત્યારે ભીમ આર્મીએ તેનું સમર્થન કર્યું હતું. હવે મોદી વિરુદ્ધ કા તો માયાવતી લડે અથવા અખિલેશ યાદવ લડે. જેણે મુસલમાનોની હત્યા કરાવી તેને ઉત્તરપ્રદેશમાંથી જીતને જવા નહીં દવ, જો કોઇ ઉભું નહીં રહ્યું તો હું મોદીની સામે ચૂંટણી લડીશ. હું કોઇથી ડરીશ નહીં. હું બાબા સાહેબનો પુત્ર છું, મારું સંપૂર્ણ સમર્થન છે.