રાજુલા માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ આયોજીત રાજુલા તાલુકાના પ્રાથમિક સ્કુલોના તમામ આચાર્યો-શિક્ષકોની અવેલનેટ તેમજ બાળકો ૦ થી ૧૮ વર્ષના માટે વિવિધ યોજનાઓ સુરક્ષાઓ માટે વિવિધ એકમો બાળકોને થતા અન્યાયો માટે પોસ્કો, પ્રોટેક્શન, જુવેનાઈલ, બાળમજુરીને રોકવા સેમીનારનું આયોજન થયું હતું.
રાજુલા માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ આયોજીત રાજુલા તાલુકાના તમામ પ્રાથમિક સ્કુલોના આચાર્યો તેમજ શિક્ષકગણોની બહોળી હાજરી સાથે બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર ગવર્નમેન્ટ ઓફ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અમરેલી દ્વારા સેમીનારનું આયોજન થયું. જેમાં સરકારી યોજનાઓ બાળકોને સુરક્ષાલક્ષી જેવી ૦ થી ૧૮ વર્ષના બાળકો માટે કાર્યરત રહેશે. જેમાં પ્રોટેક્શન ચાઈલ્ડ, પ્રોજેક્શન જુવેનાઈલ જસ્ટીએક અને પોસ્કોએટ, બાળમજુરી બાળકો ઉપર થતા અન્યાય-અત્યાચાર બાબતે તેમજ બાળકોના રક્ષણ માટેની સમજ માટે સેમીનારનું આયોજન થયું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અમરેલી દ્વારા ડો.હિતેશ બી. હડીયા, ડાયરેક્ટર ગુજરાત રાજ્ય હોમીયોપેથીક મેડીકલ કાઉન્સીલ તેમજ સભ્ય અમરેલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી તેમજ બાળ સુરક્ષા અધિકારી વિશાલભાઈ જોશી, આડ, પિયુષભાઈ જોટંગીયા, સંજયભાઈ રાજકોટીયા, ગીતાબહેન, ગામીતબહેન, તાલુકા શિક્ષણ અધિકારી ખુમાણભાઈ, મનુભાઈ ધાખડા (વડલી), હર્ષભાઈ સહિત હાજર રહેલ.