માનવીય સમુદાયનો વિકાસનો પ્રાકૃતિક સ્ત્રોત જળ, જમીન અને જંગલ છે. જમીન ભુ-રચના આધારિત મળે છે. પણ વૃક્ષોનું જતન કરી જંગલ વધારી શકાય છે. તેમ જળએ સંગ્રહ કરી તેનો વિવેકપુર્ણ ઉપયોગ કરીને માનવ પોતાનું હિત સાધી શકે છે. ભુગર્ભમાં રહેલ જળ પણ માણસ શોધી શકે છે. પાણી સ્વયં ઉર્જા હોય તેના વિજભાર અને ઋણભાર સાથે માણસ પોતાના શરિરનો અનુબંધ જોડી પેટાળમાં રહેલ પાણી શોધી શકે છે. ગુજરાત સરકાર સંચાલિત વાલ્મીકી સંસ્થાના પુર્વ નિયામક બિપીનભાઈ વ્યાસ દ્વારા તા. પ માર્ચથી ૧ર માર્ચ દરમિયાન શિશુવિહાર સંસ્થામાં ભૂ-ખંડ રચના અને પાણી વિષયે તાલીમ કાર્યક્રમ યોજાયો. જેમાં પીએટા અને ભાવનગર એન્જિનિયરિંગ એસોસિએશનના ઈજનેરો સહિત ૩૦ તાલીમાર્થીઓએ ઉત્સાહથી ભાગ લઈને ભૂ-જળ સંશોધનમાં વૈજ્ઞાનિક અભિગમ અંગે ભાવનગરના એકમાત્ર પ્રમાણિત જીઓલોજીસ્ટ બિપીનભાઈ વ્યાસ પાસેથી તાલીમ લીધી હતી.