દેશી દારૂ વેચવાના કેસમાં પકડાયેલ બે ઈસમોને  તડીપાર કરતી પાળિયાદ પોલીસ

796

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધિકારી આર.એન. નકુમની દારૂ જુગાર જેવી અસામાજીક પ્રવૃતતિ કરતા શખ્સોને તડીપાર કરવાની આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ અને હાલમાં લોકસભા ર૦૧૯ની ચૂંટણી શાંતિપુર્ણ અને નિર્ભય રીતે યોજાય તે અન્વયે પાળીયાદ પોલીસ સ્ટેશનના પો.સ.બઈન્સ. એન.સી. સગર તથા હેડ કોન્સ. વિક્રમસિંહ પરમાર, બી.જે.ગઢવી, એસ.કે.બાવળીયા, નરેન્દ્રસિંહ ઝાલાલ, કૌશિકભાઈસોરઠીયા વિગેરેએ હડદડ ગામે દારૂની પ્રવૃતતિ કરતા મહેશભાઈ ઉર્ફે મશરૂ બાબુભાઈ કોળી તથા નાના છૈડા ગામે રહેતો બીજલભાઈ લાખાભાઈ મણદુરીયા જાતે દેવીપુજકને છેલ્લા ત્રણ વર્ષમાં અવાર નવાર દેશી દારૂ વેચવાના કેસોમાં સંડોવાયેલા હોય અને દારૂ વેચવાની પ્રવૃતતિ બંધ કરતા ન હોય જેથી તેને તડીપાર દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટર અને સબ ડીવી મજી., બોટાદને મોકલી આપતા બોટાદ મ્હે. સબ ડિવી મેજી. બોટાદે તડીપપાર દરખાસ્ત મંજુર કરી સામાવાળની બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમદવાદ, રાજકોટ જીલલાની હદ બહારનો હુકમ કરતા પાળિયાદ પોલીસ તેની તાત્કાલિક બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleશિશુવિહાર ખાતે ભુજળ સંશોધન અંગે તાલીમ યોજાઈ
Next articleગારિયાધારની પરણીતા દ્વારા વહેમના કારણે ત્યજી દેવાયેલ દિકરાનું માતા સાથે મિલન કરાવતી પોલીસ