ભાવનગર-ગાંધીનગર ઈન્ટરસીટી ટ્રેન તાજેતરમાં શરૂ કરવામાં આવી છે પરંતુ તેને ગણ્યાગાંઠ્યા સ્ટોપેજ આપવામાં આવતા આ ટ્રેન ખાલી જાય છે ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની હોવાથી રાજકીય કામ અંગે રાણપુર તથા રાણપુર તાલુકાની અંદાજે ૧.૫૦ લાખની વસ્તીને કાંઈ ને કાંઈ કામ હોય જ છે અને અમદાવાદ ખરિદી કરવા પણ ઘણા વેપારીઓ અવાર નવાર જાય છે.જો આ ઈન્ટરસીટી ટ્રેનને રાણપુર સ્ટોપેજ આપવામાં આવે તો રાણપુરની જનતાને ફાયદો થાય તેમ છે વળી આ ટ્રેન બોટાદ સવારે ૬ઃ૧૦ કલાકે આવે છે તેથી રાણપુરના લોકોને બોટાદથી આ ટ્રેન પકડવી હોય તો સવારે ૨ઃ૩૦ કલાકે ઓખા-ભાવનગર માં બોટાદ રેલ્વે સ્ટેશનમાં ત્રણ કલાક બેસવુ પડે અને સુરેન્દ્રનગરથી આ ટ્રેન પકડવી હોય તો ૭ઃ૩૦ પહેલા સુરેન્દ્રનગર પહોચવુ પડે એવુ કોઈ વાહન મળતુ નથી પહેલા ભાવનગર -અમદાવાદ ઈન્ટરસીટી ચાલતી હતી ત્યારે લોકો આ ટ્રેન ધંધુકાથી સવારે ૮ઃ૦૯ કલાકે પકડતા હતા.ઘણા એવા લોકો છે જેને બસમાં મુસાફરી ફાવતી નથી તે લોકોને આ ટ્રેન અનુકુળ આવતી હતી.ભાવનગર-બાન્દ્રા ટ્રેનને પણ પ્રાયોગિક ધોરણે રાણપુર સ્ટોપેજ આપવામાં આવ્યા બાદ મુસાફરો નો ઘસારો રહેતા રાણપુર ને કાયમી સ્ટોપેજ આપવામાં આવેલ છે.બોટાદ થી ૨૦ મીનીટના અંતર આવેલુ આ તાલકા કક્ષાનુ ગામ આખા બોટાદ જીલ્લામાં રાણપુર સૌથી મોટો બેરીંગ ઉદ્યોગ ધરાવે છે અહીયા ટેક્ષપીન બેરીંગ,આર.એમ.પી.બેરીંગ,રાસ બેરીંગ આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેમાં સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોના લોકો નોકરી માટે રાણપુર આવે છે. સંખ્યાબંધ મુસાફરો ને આ ટ્રેન નો લાભ મળે છે.વહેલી તકે આ ટ્રેન ને રાણપુર સ્ટોપેજ આપવામાં આવે તેવુ રાણપુર પંથકના લોકો ઈચ્છી રહ્યા છે.જ્યારે મહુવા-સુરત ટ્રેન ને પણ રાણપુર માં સ્ટોપેજ આપવાની જરૂર છે.