ગઢડા ગોપીનાથજી મંદિરની બહેનો દ્વારા બે લાખનો ચેક શહિદ પરિવારને આપ્યો

755

જમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે શહીદ થયેલા જવાનોના પરિવારો સાથે સમગ્ર દેશવાસીઓની લાગણી જોડાઈ છે ભારતભરમાંથી આ શહીદ વિરોના પરિવારો માટે અનુદાન એકત્ર થઈ રહ્યું છે તેવા સમયે બોટાદ જિલ્લાએ પણ શહીદ વિરોના પરિવારજનોને મદદ રૂપ થવા માટે આગવી પહેલ કરી છે ત્યારે ગઢડાના ગોપીનાથજી દેવ મંદિરના સાંખ્યોગીની મેઘનાબેન તથા જયશ્રીબેન દ્વારા પુલવામાં શહીદ થયેલા પરિવારજનો માટે ૨,૦૦,૦૦૦ બે લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી દાદા ખાચર પરિવાર ના ગિરિરાજ ભાઈ ખાચર તેમજ જિલ્લા મહામંત્રી મનહરભાઈ માતરિયા અને શહેર પ્રમુખ ભીખુભાઇ વાઘેલા,ચંદુભાઈ સાવલિયા, હરેશભાઇ પીઠવા, યુનુષભાઈ બેલીમ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા આ રકમ શહિદ વિરો ના પરિવાર જનોને મળે તે માટે કલેકટરીને અનુરોધ કરી ચેક અર્પણ કરવામાં આવેલ.

Previous articleચોરી કરેલી ૧૧ સીએનજી રીક્ષા સાથે ત્રણને ઝડપી પાડતી બોટાદ પોલીસ
Next articleભાગવત સપ્તાહના અંતિમ દિને કૃષ્ણ- સુદામાની મિત્રતાની કથા સાંભળી ભાવિકો રસ તરબોળ થયા