આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના અનુસંધાને રાજ્ય ચૂંટણી તંત્રના નિર્દેશ અનુસાર ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હર્ષદ પટેલની સૂચના અનુસાર ભાવનગર ઝોનલ કચેરી-૧, મોતીબાગ ખાતે જિલ્લાકક્ષાનું ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેની જવાબદારી જિલ્લા માહિતી કચેરી દ્વારા નિભાવવામાં આવશે. જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી બી.એન. ખેરે આજે આ મીડિયા સેન્ટરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.