નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહેલ મોહમ્મદ શમી ફરી એકવાર મુશ્કેલીમાં ફસાઇ ગયો છે. ભારતીય ફાસ્ટ બોલર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે તેના પર આઈપીસીની કલમ ૪૯૮છ હેઠળ દહેજ પજવણી અને ૩૫૪છ હેઠળ જાતીય સતામણીનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. ચાર્જશીટ દાખલ થયાની સાથે શમીની વિશ્વકપમાં રમવાની આશા પર પાણી ફરી શકે છે.
૨૮ વર્ષના મોહમ્મદ શમી પર આ તમામ આરોપ તેની પત્ની હસીન જહાંએ લગાવ્યા છે. તેણે આ આરોપ ગત વર્ષે લગાવ્યા હતા. હસીન જહાંએ તે પણ આરોપ લગાવ્યો હતો કે શમી મેચ ફિક્સિંગમાં સામેલ હોઈ શકે છે. પરંતુ બીસીસીઆઈએ તપાસ બાદ ફિક્સિંગના આરોપોમાં તેને ક્લીન ચિટ આપી દીધી હતી.