ભારતીય ટીમ આગામી વર્લ્ડ કપ માટે મહેનત કરી રહી છે. આ દરમિયાન ઑસ્ટ્રલિયા સામેની સીરીઝમાં ભારતનો ૨-૩થી પરાજય થયો. તો હવે ભારતીય ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમનાં ઝડપી બોલર વીઆરવી સિંહે આખરે ક્રિકેટનાં દરેક ફૉર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સિંહનું કેરિયર ઇજાઓથી ભરાયેલું રહ્યું. તેણે ઇંગ્લેન્ડ સામે ૨૦૦૬માં પોતાની વન ડે કેરિયરની શરૂઆત કરી હતી. વીઆરવી સિંહ ટીમ ઇન્ડિયા માટે ૨ વન ડે રમી ચુક્યા છે. તેમણે બંને વન ડે ઇંગ્લેન્ડ સામે જમશેદપુર અને ઇન્દોરમાં રમી હતી. ૨૦૦૬માં જ વીઆરવી સિંહે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. તેમણે વેસ્ટઇન્ડીઝ સામે સેંટ જોંસમાં પહેલી ટેસ્ટ રમી. આ ઝડપી બોલરે ટેસ્ટ ક્રિકેટમાં ૪ મેચ બીજી પણ રમી. ૨૦૦૭માં બાંગ્લાદેશ સામે તેણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી. વીઆરવી સિંહનું કેરિયર ઇજાઓ અને ખરાબ ફૉર્મથી પ્રભાવિત રહ્યું. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, “મે પુનરાગમન કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ મારી એડીએ નહીં પરંતુ પીઠની સમસ્યાએ મને ઘણો પરેશાન કર્યો. તમે તમારા શરીરને મૂર્ખ ના બનાવી શકો. મારી સર્જરી થઇ, રિહેબ થયા. ૨૦૧૪ બાદ મે કેટલાક વર્ષ રમ્યું જ નહીં. પરંતુ મે ટ્રેનિંગ કરી અને ૨૦૧૮માં રમવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રમી ના શક્યો. આ કારણે ભવિષ્ય વિશે વિચારવાનું શરૂ કર્યું.” તેમણે વધુમાં કહ્યું કે, “આ એક રાતમાં લેવામાં આવેલો નિર્ણય લીધો. યુવીએ મને ઘણો પ્રોત્સાહિત કર્યો. પંજાબ ક્રિકેટ એસોસિએશને પણ મારો ઘણો સાથ આપ્યો. મેં મારું સ્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દુર્ભાગ્યવશ આવું થયું નહીં. મને લાગ્યું કે સંન્યાસ લઇ લેવો જોઇએ અને વિચારવું જોઇએ કે આગળ શું કરવું છે.