બી.બી.એ.ના યુવાન દ્વારા દેશના વિવિધ રાજ્યોની ધો-૧૦ અને ૧૨ અને બી.એ.ની બોગસ માર્કશીટ બનાવીને વેચવાના ચાલતા કૌભાંડનો વડોદરા શહેર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ભેજાબાજ યુવાનની ઓફિસમાંથી માર્કશીટ્સ અને વિવિધ રાજ્યોની યુનિવર્સિટીની માર્કશીટોનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગોત્રી પોલીસ મથકના પી.આઇ. ડી.કે. રાવે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગોત્રી પોલીસને સ્ટેશન વિસ્તારમાં આવેલા લલિતા ટાવર કોમ્પ્લેક્ષમાં બોગસ માર્કશીટ બનાવવાનું કૌંભાડ ચાલતુ હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે ઓફિસમાં દરોડો પાડ્યો હતો. અને ઓફિસમાંથી પ્રિન્સ ભુવનેશ પાઠકને ઝડપી પાડ્યો હતો.
આ સાથે પોલીસે તેની ઓફિસમાં તપાસ કરતા ઓફિસમાંથી પોલીસે દરોડો પાડ્યો ત્યારે ઓફિસમાંથી જયપુર યુનિવર્સિટી, ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી, દેહરાદૂન ઓપન યુનિવર્સિટી, ઝારખંડ યુનિવર્સિટી, ઉત્તરાખંડ અને યુ.પી.ની યુનિવર્સિટીની માર્કશીટો મળી આવી હતી.