સુરતમાં પિતાએ નવા કપડા નહીં લઇ આપતા તરુણીએ જીવન ટૂંકાવી દીધું હતું. અમરોલી વિસ્તારની તરૂણીએ ઘરમાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. પિતાએ નવા કપડા નહીં આપતાં તેણીને માંઠું લાગી આવતા જીવવનો અંત આણ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અમરોલી આતેના તાપીનગરમાં રહેતી ૧૭ વર્ષીય કવિતા ઉપેન્દ્ર ભાઇ પોલાઇએ પોતાના ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. જેની જાણ પિતા ઉપેન્દ્રને થતાં તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે, કવિતાનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કર્યા બાદ કવિતા ઘરે જ રહેતી હતી. તેણીનાબીજા એક-એક ભાઇ બહેન છે. કવિતાના અકાળે મોતથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. આગામી દિવસોમાં કવિતાના મામાની પુત્રીના લગ્ન લેવાયા છે. જે માટે કવિતા પિતા ઉપેન્દ્ર પાસે નવા કપડાની માંગ કરી હતી.
જોકે, કાપડના કારખાનામાં કામ કરતા ઉપેન્દ્રએ સિમિત આવકને લીધે તેણીને પાછળથી કપડા લઇ આપવા માટે કહ્યું હતું. જેને લીધે રાત્રે પિતા-પુત્રી વચ્ચે માથાકૂટ થઇ હતી. પિતા ઉપેન્દ્રએ નવા કપડા નહીં અપાવવા તેણીને માઠું લાગી આવ્યું હતું.
દરમિયાન તેણીએ ઘરમાં એસિડ ગટગટાવી મોતને વ્હોલું કર્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે વધુ તપાસ હાથધરી છે.