રાફેલ કેસ : વિશેષાધિકાર પર સુપ્રીમનો ચુકાદો અનામત રહ્યો

502

રાફેલ ડિલમાં પોતાના ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગ કરતી અરજીઓ ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લીક દસ્તાવેજો ઉપર કેન્દ્રના વિષેશાધિકારના દાવા પર આદેશ અનામત રાખી દીધો છે. હકીકતમાં કેન્દ્ર સરકારે રાફેલ યુદ્ધ વિમાનો સાથે સંબંધિત દસ્તાવેજો ઉપર વિશેષાધિકારનો દાવો કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કેટલીક જોગવાઇ હેઠળ કોઇપણ સંબંધિત વિભાગની મંજુરી વગર કોઇપણ પુરાવા રજૂ કરી શકાય નહીં.

એજીએ કહ્યું હતું કે, કોઇપણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત દસ્તાવેજો પ્રકાશિત કરી શકે નહીં. રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે. બીજી બાજુ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, રાફેલના જે દસ્તાવેજો પર એટર્ની જનરલ વિશેષાધિકારનો દાવો કરી રહ્યા છે તે દસ્તાવેજો પ્રકાશિત થઇ ચુક્યા છે. સાર્વજનિક હદમાં છે.  તેમણે કહ્યું હતું કે, માહિતી અધિકાર કાનૂન હેઠળ જોગવાઈ કહે છે કે, જનહિત અન્ય ચીજો કરતા સર્વોપરી છે. ગુપ્તચર સંસ્થાઓ સાથે સંબંધિત દસ્તાવેજો ઉપર કોઇપણ પ્રકારના વિશેષાધિકારના દાવા કરી શકાય નહીં. ભૂષણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, રાફેલ ઉપરાંત એવા કોઇપણ અન્ય સંરક્ષણ સોદા નથી જેમાં કેગના રિપોર્ટમાં કિંમતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂષણે કહ્યું છે કે, રાફેલ સોદાબાજીમાં સરકાર-સરકારની વચ્ચે કોઇપણ કરાર નથ. કારણ કે આમા ફ્રાંસે કોઇપણ ગેરન્ટી આપી નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ કેએફ જોસેફની બનેલ બેંચ સમક્ષ કેન્દ્ર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે પોતાના સમર્થનમાં પુરાવાની કલમ ૧૨૩ અને માહિતી અધિકાર કાયદાની જોગવાઈનો ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટની આ બેંચ રાફેલ વિમાન સોદાબાજીના મામલામાં પોતાના ચુકાદા ઉપર ફેરવિચારણા કરવા માટે દાખલ કરાયેલી અરજી ઉપર સુનાવણી કરી રહી છે.

Previous articleમસુદ મામલો : ચીનના વલણથી અમેરિકા સહિતના દેશ ભારે ખફા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે