શહેરના બોરતળાવ વિસ્તારમાં કુમુદવાડીમાંથી હિરાના વ્યવસાય સાથે સંકાળયેલા સિહોરના યુવાનનું પાંચ શખ્સોએ અપહરણ કરી લૂંટ ચલાવ્યાને બોરળતવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે પોલીસે પાંચેય આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ સિહોર ખાતે રહેતા જીગ્નેશભાઈ રાઠોડ જેએો હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોય બોરતળવા કુમુદવાડી ખાતે કામ સબબ અમુક શખ્સોએ જીગ્નેશભાઈનું અપહરણ કરી સીદસર ગામ પાસે લઈ જઈ મારમારી પાકીટ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી જે અંગેનો ગુન્હો બોરતળાવ પોલીસમાં નોંધાતા પોલીસે મિલન ઉર્ફે ભાણો, ગોપાલ ભરવાડ, મહેશ ઉર્ફે મયલો, રાજવીર ઉર્ફે ભુલો અને રૂદ્રા ગૌસ્વામીની ગુનાના કામે ધરપકડ કરી હતી અને આજરોજ કોર્ટમાં રજુ કરાતા નામદાર કોર્ટે પાંચેય આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યો છે.