આજરોજ રાજુલા મુકામે મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબે નવાઝની છઠ્ઠી ઉજવણી કરી. જે ઉજવણી દરમ્યાન યુવાનો દ્વારા ઝુલુસ કાઢેલ. જે રાજુલા તવકકલ નગર થઈ હવેલી ચોક મેઈન બજાર, તેમજ ટાવર ચોકથી બસ સ્ટેશન રોડ પર ઝુલુસ નિકળેલ હતું. જે પરત તવકકલ નગરમાં પુર્ણ થયેલ હતું. અને ત્યારબાદ ખીર પુરીની નીયાઝનો પ્રોગ્રામ રાખેલ. જેમાં રાજુલાના તમામ મુસ્લિમ આગેવાનો તેમજ યુવાનો મહેબુબભાઈ ખાલકભાઈ જોખીયા, તેમજ યાકુબભાઈ ચાવડા તેમજ મહમદભાઈ જુણેજા તેમજ ભાઈ નજીરભાઈ દલ, તેમજ જાવેદભાઈ ઉર્ફે દબંગ, તેમજ રસુલભાઈ કુરેશી, તેમજ અન્ય મુસ્લિમ આગેવાન અને યુવાનોએ ભાગ લીધેલ હતો.