મોરારિબાપુ, માયાભાઈ રાણપુરમાં અચાનક બારોટના ઘરે આવી ચડ્યા

1684

બોટાદ જીલ્લાના રાણપુરમાં કથાકાર મોરારીબાપુ અચાનક પહેલીવાર બાબુભાઈ બારોટના ઘરે આવતા મોટી સંખ્યામાં લોકો બાબુભાઈ બારોટના ઘરે મોરારીબાપુના દર્શન કરવા ઉમટીપડ્યા હતા.રાણપુરમાં ક્રીષ્ના કોમ્પલેક્ષની પાછળના રહેતા બાબુભાઈ બારોટ એકદમ સામાન્ય માણસ છે બાબુભાઈ બારોટના દીકરા જગદીશભાઈ બારોટ સારા એવા ભજનીક છે અવારનવાર મોરારીબાપુ જગદીશભાઈ બારોટના સ્વરે ભજન સાંભળે છે ત્યારે આજે એકાએક કથાકાર મોરારીબાપુ, માયાભાઈ આહીર, બિહારીદાન હેમુ ગઢવી, ખેતશી ગઢવી સહીત તેમના ઘરે આવતા ઘરના તમામ સભ્યો બે ઘડી તો વિચારમાં પડી ગયા હતા મોરારીબાપુ આવ્યા છે ની જાણ વાયુવેગે રાણપુરમાં પ્રસરતા બાબુભાઈ બારોટ ના ઘરે લોકો મોટી સંખ્યામાં ઉમટીપડ્યા હતા.બાબુભાઈના ઘરે મોરારિબાપુએ ચા-પાણી પીધા અને મોરારીબાપુને જગદીશભાઈ બારોટ એ ભજન સંભળાવ્યા હતા.અને ત્યારબાદ તેવો પાળીયાદ જવા નિકળ્યા હતા ત્યારે પાળીયાદ રોડ ઉપર રસ્તામાં સાવધરીયા ફાર્મ આવતા પુજ્ય મોરારીબાપુએ એમની ગાડી રોકાવી સાવધરીયા ફાર્મ હાઉસમાં ગયા હતા તેમણે ફાર્મ હાઉસના જામફળ અને લીલાચણા ખાધા હતા એક કલાક જેટલો સમય તેમણે ઘનશ્યામભાઈ સાવધરીયાના ફાર્મ હાઉમ માં રોકાણા અને સત્સંગ કર્યો હતો.પુજ્ય મોરારીબાપુ ની નાના માણસો પ્રત્યેની ભાવના જોઈ રાણપુરના લોકો ભાવવિભોર બનીગયા હતા અને મોરારીબાપુ એ સામાન્ય લોકો સાથે સમય વિતાવ્યો હતો અને લોકો આશ્ચર્ય માં પડી ગયા હતાં.

Previous articleરવિવારે માવતરોનો રમતોત્સવ
Next articleબાપેસરામાં ખ્વાજા ગરીબ નવાજનો ઉર્ષ ઉજવાયો