દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગરથી ભડીયાદ ઉર્ષ શરીફ નિમિત્તે જતી પગપાળા જનમેદની આજરોજ તા.૧૪ને ગુરૂવારે બપોરે ૨-૩૦ કલાકે, હઝરત પીર મહંમદશા બાપુની વાડીએથી વસીલો લઈ સેન્ટ્રલ મેદની કમીટીનાં ચેરમેન રાજેભાઈ કુરેશીની આગેવાની હેઠળ રવાના થઈ હતી. આ વેળાએ કસ્બાનાં પ્રમુખ મહેબુબભાઈ શેખ, મેયર મનભા મોરી, ડે.મેયર અશોક બારૈયા, રહીમભાઈ કુરેશી, સૈયદ હુસૈનમીયાબાપુ, પૂર્વ મેયર અરૂણભાઈ મહેતા, અશોક સોમપુરા, કાળુભાઈ બેલીમ, નાહિન કાઝી, ગફારભાઈ કાઝી, શબ્બીર અસારીયા, મુનાભાઈ વરતેજી, તાહિરભાઈ બત્તીવાલા, ઈમરાન શેખ, હનીફભાઈ ચૌહાણ, યુનુસભાઈ ખોખર, રજાકમીયા કાદરી, સહિતનાં આગેવાનો કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ નિકળેલી જનમેદનીનું ઝુલુસ દોમ બુખારી..દોમ દાદા..નાં નારા સાથે નીકળ્યું હતુ આ ઝુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદની આગામી તા.૧૭ને રવિવારે ભડીયાદ મુકામે પહોચશે. આજે રાત્રી રોકાણ માઢીયા, શુક્રવારે અધેલાઈ, શનિવારે ધોલેરા રાત્રી રોકાણ કરશે અને રવિવારે ભડીયાદ દરગાહ શરીફ ઉપર નિશાન ચડાવવાની વિધિ કરવામાં આવશે. આ દરગાહ શરીફ ઉપર સૌ પ્રથમ નિશાન દલિત સમાજનું અને ત્યારબાદ ધોબી સમાજનું નિશાન ચડાવવામાં આવે છે. આ વેળાએ દરગાહ શરીફ પાસે લાખોની સંખ્યામાં હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુઓ લોકો ઉમટી પડે છે. આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતિક છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર સેન્ટ્રલ મેદની કમિટીનાં ચેરમેન રાજેભાઈ કુરેશી, હુસૈનભાઈ બાદશાહ, અજીતભાઈ સૈયદ, દાદુભાઈ કુરેશી, ગફારભાઈ જબારભાઈ, ઈકબાલભાઈ ધામેચા, આસીફ મીરા, હારૂન મલેક સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.