આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભયપાલસિંહ ચુડાસમા, ચિંતનભાઇ મકવાણા, રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે શહરે વિસ્તારમાં ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની હકિકત મેળવવા સારૂ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા દુઃખીશ્યામ બાપા સર્કલ પાસે આવતા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ચિંતનભાઇમકવાણાનેસયુકત બાતમીરાહે હકિકત મળેલ કે ભરતનગર પોલીસ સ્ટેશનના પ્રોહી ગુન્હાના કામે નાસ્તો ફરતો આરોપી કમા ઉર્ફે કમલેશકુમાર દલાભાઇ ચૈાઘરી રહે. સેદલા તા. થરાદ જી. બનાસકાઠા વાળો ટોપ થ્રી સર્કલ પાસે ઉભો છે તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ જતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા રસ્તે જતા બે પંચના માણસોને બોલાવી નામ/સરનામું પુછતા પોતાનું નામ કમા ઉર્ફે કમલેશકુમાર દલાભાઇ ચૈાઘરી/પટેલ ઉ.વ.૩૨ હોવાનું જણાવે છે. મજકુરની પુછપરછ કરતા ગુન્હો કરેલાનો એકરાર કરતા મજકુર ને પંચો રૂબરૂ ઘોરણસર અટકાયત કરવામાં આવેલ છે.