ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આજે એક મકાનમાં વન્ય પ્રાણી દિપડો ધુસી જતા ભારે દોડધામ થવા પામી હતી. ઘરમાં ધુસેલા દિપડાએ એક વ્યક્તિ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જયારે બનાવની જાણ થતા ડીએફઓ, આરએફઓ સહિત સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈને ભારે જહેમત બાદ દિપડાને રેસ્કયુ કર્યો હતો. અને રાણીગાળા ખાતે ઓર્બ્ઝવેશનમાં રખાયો હતો.
પાલિતાણા હસ્તગીરી, નાની રાજસ્થળી તેમજ જેસર ડુંગર વિસ્તારમાં ચારથી પાંચ દિપડા અને એક સિંહ સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ છે. ત્યારે આજે પાલિતાણાના નવાગઢ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં શિકારની શોધમાં આવેલો એક દિપડો મોડી રાત્રીના જયંતિભાઈ કાનજીભાઈ પરમારના મકાનમાં ધુસી ગયો હતો.
સવારે દિપડો ઘરમાં ધુસ્યાની જાણ થતા પામેલ જયારે બહાર નિકળવાનો રસ્તો નહીં મળતા દિપડો ઘરમાં પુરાઈ ગયો હતો. દરમ્યાન બહાર નિકળવા માટે દિપડાએ ઘરમાં હવાતીયા માર્યા હતા અને વાસણો પછાડવા સાથે ઘરમાં વેરણ છેરણ કર્યુ હતું અને જયસિંહ ગોવિંદભાઈ ગોહિલ (ઉ.વ.૬૦) નામના વ્યક્તિ ઉપર હુમલો કરતા તેમને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં.
નવાગઢ વિસ્તારના રહેણાંકી મકાનમાં દિપડો ધુસી ગયાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. જયારે બનાવ અંગે વન વિભાગને જાણ કરાતા ડીએફઓ ડો. સંદિપકુમાર, પાલિતાણા રેન્જના આરએફઓ વી.કે. પંડયા, રા.ન્ડર ફોરેસ્ટરો, વનપાલ, વનરક્ષકો, ટ્રેકરો સહિત ડોકટર સાથે રેસ્કયુલ ટીમ આવી પહોંચી હતી. અને કલાકોની જાહેત બાદ ઘરમાં પુરાયેલા દિપડાને ગનથી બભાન કરી પાંજરે પુર્યો હતો અને રાણીગાળા ખાતે ઓબ્ઝર્વેશન માટે મોકલી દેવાયો હતો.
આ દરમ્યાન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને લોકોને દુર કર્યા હતાં. જયારે પ્રાંત અધિકારી સહિત ઘટના સ્થળે દોડી ગયા હતાં. દિપડો. પકડાઈ જતા લોકોએ હાકારો અનુભવ્યો હતો.