વિશ્વકપ દરમિયાન થશે શમીના કેસની સુનાવણી, ૨૨ જૂને નહીં રમે મહત્વની મેચ

578

નવી દિલ્હીઃ ભારતની વિશ્વકપની ટીમ જાહેર થવામાં હજુ વાર છે. પરંતુ આશા છે કે તે ટીમમાં ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમીનું નામ સામેલ હશે. વિશ્વકપની ટીમનો ભાગ બની શમી ટીમ ઈન્ડિયાના લગભગ તમામ મેચ રમશે, પરંતુ ૨૨ જૂને અફગાનિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચ રમી શકશે નહીં. મહત્વનું છે કે, તેનું કારણ છે કે કોર્ટમાં તેના પર લાગેલા આરોપોની સુનાવણી અને આ દરમિયાન તેનું ત્યાં હાજર રહેવું. કોર્ટેમાં શમીના કેસની સુનાવણીની તારીખ ૨૨ જૂન મળી છે. કોર્ટે આ તારીખે તેને હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

આ પહેલા કોલકત્તા પોલીસે પત્નીએ લગાવેલા જાતીય સત્તામણીના આરોપમાં શમી પર કેસ દાખલ કર્યો હતો. શમી પર કલમ ૪૯૮છ અને કલમ ૩૫૪છ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ કલમો તેના ભાઈ હસીબ અહમદ પર પણ લગાવવામાં આવી છે.

મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શમી આ સમયે શાનદાર ફોર્મમાં છે. હાલમાં તે સૌથી ઝડપી ૧૦૦ વનડે વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો હતો. હાલમાં તે આઈપીએલની તૈયારીમાં વ્યસ્ત છે. હવે જોવાનું રહેશે કે વિશ્વકપ અને પોતાના કેસની સુનાવણી વચ્ચે શમી કેમ તાલમેલ બેસાડે છે.

Previous articleઅક્ષય સાથેની મિશન મંગલ ફિલ્મને લઇને સોનાક્ષી ખુશ
Next articleNZvsBAN: ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ રદ્દ, આઈસીસીએ કર્યું સમર્થન