આઇપીએલ-૧૨માં બધાની નજર વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ પર રહેશે. ગત સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમે બે વર્ષના પ્રતિબંધ પછી વાપસી કરતા ચેમ્પિયન બનીને પોતાનો દમ બતાવ્યો હતો. આઈપીએલ સર્કિટમાં આ ટીમના દર્શકોનો જોશ ઘણો જોરદાર હોય છે.
ચેન્નાઈ સુપર કિંગ્સનું સ્વામિત્વ ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ પાસે છે. આ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં ચેમ્પિયન બનનારી આ ટીમ ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૫માં રનર્સ અપ રહી હતી. જ્યારે ૨૦૦૯ અને ૨૦૧૪માં ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. ૨૦૦૮થી ૨૦૧૮ વચ્ચે આ ટીમ ૧૪૮ મેચ રમ્યું છે. જેમાં ૯૦માં જીત મેળવી છે અને ૫૬માં પરાજય થયો છે. એક મેચ ટાઇ રહી છે. ટીમની સફળતા ૬૧.૫૬ ટકા છે. જે એક રેકોર્ડ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટિફન ફ્લેમિંગ છે. જ્યારે ચેન્નાઈનું એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ આ ટીમનું હોમગ્રાઉન્ડ છે. મહેન્દ્રસિંહ ધોની, ડ્વેન બ્રાવો, સુરેશ રૈના, હરભજન, પ્લેસિસ જેવા ટીમના સ્ટાર ખેલાડી છે.
ઓક્શન ૨૦૧૯ – ચેન્નાઈએ ગત સિઝનમાં ઘણા ખેલાડીઓને પોતાની સાથે રાખ્યા હતા અને આ વર્ષે ઓછા ખેલાડીઓને હરાજીમાં ખરીદ્યા હતા. આ ખેલાડીઓમાંથી એક છે મોહિત શર્મા. જે પહેલા પણ ચેન્નાઈનો સભ્ય રહ્યો છે. ટીમે મોહિત માટે પાંચ કરોડ રુપિયા ચૂકવ્યા હતા. આ સિવાય કેદાર જાધવ અને અંબાતી રાયડુ જેવા ખેલાડી છે, જે ચર્ચામાં રહેશે.
બે વર્ષના પ્રતિબંધ પછી ગત સિઝનમાં વાપસી કરનાર આ ટીમ ઉંમર મોટી ઉંમરના ખેલાડીઓનો ટેગ લાગ્યો છે. જોકે તેણે ચેમ્પિયન બનીને બધાને ચોંકાવી દીધા હતા. ટીમમાં ધોની, પ્લેસિસ, રૈના, મુરલી વિજય, રાયડુ, શેન વોટ્સન, બ્રાવો જેવા ૩૦ પ્લસ ઉંમરના ખેલાડીઓ છે.
૨૫ ખેલાડીઓની આ ટીમમાં ૮ વિદેશી અને ૧૭ ભારતીય છે. એમએસ ધોની (કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, મુરલી વિજય, સુરૈશ રૈના, કેદાર જાધવ, અંબાતી રાયડુ, ચેતન્ય બિશ્નોઈ, સેમ બિલિંગ્સ, ધ્રુવ શૌરે, રુતુરાજ ગાયકવાડ, એન જગદીશન, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, મોનુ કુમાર, ડેવિડ વિલી, કર્ણ શર્મા, ઇમરાન તાહિર, હરભજન સિંહ, મિચેલ સાન્તેનર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, કેએમ આસિફ, મોહિત શર્મા, લુંગી એન્ગિડી.