વડોદરામાં શુક્રવારે ભાજપના નિરીક્ષકો હોદ્દેદારોની સેન્સ લઇ રહ્યા હતા, ત્યારે ત્યારે જયનારાયણ વ્યાસ વિવાદોમાં સપડાયા હતા. ભાજપના જયનારાયણ વ્યાસે સેન્સ દરમિયાન ભાજપાનો ખેસ ન પહેરતા વિવાદનું ઘર બન્યું હતું. હાલ જયનારાયણે ખેસ ન પહેરતા લોકોને લાગી રહ્યું છે કે, ભાજપથી જયનારાયણ વ્યાસ નિરાશ છે, જેના કારણે તેઓએ આજે ભાજપનો ખેસ પહેર્યો નહોતો.
વડોદરાના સાંસદ રંજન ભટ્ટે જ્યારે જયનારાયણ વ્યાસને ભાજપનો ખેસ પહેરવાનું કીધું, ત્યારે જયનારાયણ વ્યાસે ખેસ પહેરવાનો ધરાહર ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, હું ખેસ પહેરું તો જ ભાજપનો કહેવાઉં એવું જરૂરી નથી, આટલું બોલતા તેઓ પ્રકાશમાં આવી ગયા હતા, અને તેમને લઇને અનેક વાતો વહેતી થઇ હતી.
આ સિવાય જયનારાયણ વ્યાસે વધુમાં ઉમેર્યું કે, આટલા વર્ષો બાદ હવે ભાજપનો ખેસ પહેરું તો જ હું ઓળખાવું એ પણ જરૂરી નથી..લોકો મને ઓળખે જ છે. આ તમામ સંવાદ ત્યાં હાજર મીડિયાના કેમેરામાં કેદ થયા હતા. બાદમાં જયનારાયણ મીડિયાના હેડલાઇનમાં આવી ગયા હતા.