લોકસભાની ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે. ત્યારે રોજે રોજ લોકસભાની ચૂંટણીને લઈને અવનવી અટકળો વહેતી થાય છે. જ્યારે વધુ એક અટકળ વહેતી થઈ છે. જેમાં ગાંધીનગર બેઠકને લઇ ભાજપમાં રસાકસી જોવા મળી રહી હોવાની વાતો વહેતી થઈ છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગર બેઠકની ટિકિટ મેળવવા ભાજપના બે જૂથ સક્રિય થયા છે.
આ બે જૂથમાં એક આનંદીબેન પટેલના અને બીજુ અમિત શાહના જૂથનો સમાવેશ થાય છે. અમિત શાહની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેના ભાગ રૂપે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મહત્વનું છે કે, ગાંધીનગરની બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક તરીકે ઓળખાય છે અને આ બેઠક પર હાલ એલ. કે. અડવાણી ધારાસભ્ય તરીકે કાર્યરત છે. તો અમિત શાહ પણ હાલ રાજ્યસભાના સભ્ય છે. જ્યારે આનંદીબેન પટેલ હાલ મધ્યપ્રદેશના ગવર્નર તરીકે કાર્યભાર સંભાળે છે.