અમેરિકાના શિકાગોમાં નડિયાદના યુવકની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા

895
guj30122017-5.jpg

અમેરિકામાં વસતા ગુજરાતીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના શિકાગોના હારવીમાં નડિયાદના ઇશાક અહેમદ વોરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. આ યુવક ગેસ સ્ટેશન પર ફરજ બજાવતો હતો ત્યારે બાઇક પર આવેલા લૂંટારાઓએ લૂંટના ઈરાદે તેના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં ઈશાકનું મોત થયું હતું. ઈશાકના મોતને પગલે નડિયાદમાં વસતા તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના વોરા પરિવારના યુવાનની અમેરિકામાં હત્યા થઈ છે. લૂંટના ઇરાદે બાઇક પર આવેલા બે શખ્સોએ ૧૯ વર્ષના ઈશાક પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના શિકાગોના હારવી વિસ્તારમાં બની હતી, જેમાં નડિયાદના વોરા પરિવારનો દીકરો ઇશાક અહેમદ વોરાની હત્યા થઈ છે. તે શિકાગોના ડોલ્ટન ગેસ સ્ટેશન પર પોતાનું કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક લૂંટારુઓ આવી ચઢ્યા હતા. લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં તેનો અન્ય એક સંબંધી અને હૈદરાબાદની રહેવાસી બાખરભાઇ નામની વ્યક્તિને પણ ઇજા થઈ છે.
ઈશાક વોરા અભ્યાસ પૂર્ણ કર્યા બાદના સમયમાં ગેસ સ્ટેશન પર કામ કરતો હતો. હાલ નડિયાદમાં આવેલા તેના ઘરે સાંત્વના આપવા સમાજના અનેક લોકો પહોંચી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકામાં વસતા ગુજરાતીઓને સોફ્ટ  ટાર્ગેટ બનાવી રહ્યાં છે. અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓ મોટેલ, સ્ટોર તથા બીજા અનેક મોટા બિઝનેસ કરી રહ્યાં છે. જેથી લૂંટના ઈરાદે તેમના પર હુમલા અને હત્યાના બનાવો વધી રહ્યાં છે.

Previous articleપોલિસ દારૂ પીધેલા ડ્રાઈવરને પકડે તો ૧૦૦ રૂપિયાનું ઈનામ
Next articleમુંબઇ આગ : અમદાવાદની આશાસ્પદ યશા પણ હોમાઇ