વાવોલ એસબીઆઈ બેંકમાં લૂંટનો પ્રયાસ અને ત્યાર બાદ પોલીસ પર ફાયરિંગ કરીને ભાગતા ફરતા ત્રણ આરોપીઆ ેને ઝડપી લેવા છેલ્લા બે દિવસથી ગાંધીનગર પોલીસ દિવસરાત એક કરી રહી છે. ત્યારે સીસીટીવી ફૂટેજની તપાસમાં ત્રણ લૂંટારૂઓમાંથી એકનો ચહેરો સામે આવ્યો છે. જેનો ફોટો પણ પોલીસ જાહેર કરી દીધો છે.
ઉલ્લેખનિય છે કે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓ કડી બાજુ જતા દેખાતા પોલીસે આ વિસ્તારમાં સાત જેટલી ટીમો બનાવીને શોધખોળ કરી હતી. ત્યારે પીએસઆઈ એમ. જે. શિંદે સહિત એલસીબીના પાંચ જવાનો છત્રાલ-કડી હાઈવે પર હોટેલ ગંગોત્રી પાસે હતા ત્યારે લૂંટારૂઓ ત્યાંથી નીકળ્યા હતા.
જેની માહિતીના આધારે પોલીસે તેમને રોખવાનો પ્રયાસ કરતાં વચ્ચે બેઠેલા શખ્સે ૫૦ ફૂટના અંતરેથી ચાલુ બાઈકે સીધુ ફાયરિંગ કરી દીધું હતું. પીએસઆઈ શિંદેએ પણ પોતાની ગન કાઢી હતી પરંતુ લૂંટારૂઓના બાઈક આસપાસ અન્ય ૬થી૭ જેટલા સામાન્ય લોકોના બાઈક પણ આવી રહ્યા હતા. જેને પગલે પીએસઆઈ લોકોની સેફ્ટી માટે ફાયરિંગ કર્યું ન હતું.