પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ બન્ને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે પંજાબમાં ગુરુવારે પાકિસ્તાનની સીમા પાસે ભારતીય વાયુસેનાના અભ્યાસમાં મોટી સંખ્યામાં લડાકુ વિમાનોએ ભાગ લીધો હતો. આ અભ્યાસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં ભારે વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો. જેનાથી અમૃતસરનાં રહેવાસીઓમાં હુમલાની આશંકાઓ સેવાઈ રહી હતી. હકીકતમાં અભ્યાસ દરમિયાન મોટી સંખ્યામાં વાયુસેનાના લડાકુ વિમાનોએ પંજાબ અને જમ્મુ વિસ્તાર પર સુપર સોનિક બૂમ તૈયાર કર્યા હતા. આ જ કારણે વિમાનો પસાર થયા બાદ ભારે વિસ્ફોટનાં અવાજ સંભળાયા હતા.
પંજાબનાં અમૃતસર શહેરમાં ગુરુવાર અને શુક્રવાર દરમિયાન રાતે આવેલા ભારે અવાજોથી લોકો ગભરાઈ ગયા હતા. તે સમયે અવાજો પાછળનું કારણ જાણી શકાયુ ન હતુ. પરંતુ તેનો ઉલ્લેખ સોશયલ મીડિયા પર સ્થાનિક લોકોએ કર્યો હતો.
સ્થાનિક તંત્રએ મોડી રાતે શહેરનાં લોકોને કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવાનું સૂચન કર્યુ હતુ. છડ્ઢઝ્રઁ જગજીત સિંહ વાલિયાએ સ્થાનિક લોકોને કહ્યું કે, હું લોકોને અપીલ કરુ છું કે તેઓ સોશયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર વિશ્વાસ ન કરે,બધુ જ બરાબર છે અમારી જાણકારી પ્રમાણે કોઈ એવી ઘટના બની નથી.