જાફરાબાદ ખાતે એસ.ટી. દ્વારા કંટ્રોલ પોઈન્ટનો પ્રારંભ કરાયો

733

જાફરાબાદ ખાતે તા. ૧પના રોજ ઘણાં દાયકા બાદ એસ.ટી. કંટ્રોલ પોઈન્ટ ચાલુ કરવામાં આવેલ તે અનુસંઘાને ડીવીજનલ કંટ્રોલપર ચાટોલા, ટ્રાફીક ઈન્પેકટર જેઠવા, ચંદ્રેશભાઈ મહેતા, તેમજ એસ.ટી. બાંધકામ ખાતાના એન્જીનીયર રાજુલા ડેપોના ગીરીભાઈ, સુરેશભાઈ તેમજ જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ અટમણભાઈ બારૈયા પુર્વ પ્રમુખ ચંદુભાઈ પટેલ, પુર્વ પ્રમુખ ભમુભાઈ સોલંકી, વેપારી એસોસિએશનમાં પ્રમુખ હર્ષદભાઈ મહેતા તેમજ જયેશભાઈ ઠાકર, અશોકભાઈ દોશી અને પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને સીટીજન ફોરમ ઓન હ્યુમન રાઈટસના ચેરમેન એચ.એમ. ધોરી વિગેરે ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે એસ.ટી. ડીસી ચારોલા આ કંટ્રોલ પોઈન્ટની ભવિષ્યની સુવિધાઓ એનાઉન્સીંગ પુછપરછ, વિદ્યાર્થી પાસ, ઓનલાઈન કરી આપવામાં આવશે. મુસાફરો માટે વધારાની બેઠક વ્યવસ્થા અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર વિગેરે વ્યવસ્થા કરવામાં આવશે. વધારાની એસ.ટી. બસો મુકવામાં આવશે. દિવ વાપી બસને જે ઘણાસમયથી વાપા જાફરાબાદ ચાલતી ન હતી. તે પણ વાયા જાફરાબાદથી ચાલેત ેવી વ્યવસ્થા કરવામાં આવશે. તયાર બાદ નગરપાલીકાના મીટીંગ હોલ દરેક અધિકાર પદાઅધિકારી વિગેરે પધારેલ હતાં. જાફરાબાદના એસ.ટી. પ્રશ્નો લાંબા સમયથી નો પડતર છે તે ઉકેલી આપવા માટે ડીસીએ ખાતરી આપેલ હતી.

Previous articleદામનગરની વિવિધ સમસ્યાઓ માટે સર્વજ્ઞાતિની બેઠક યોજાઈ
Next articleસામાજિક કાર્યકર લાભુભાઈ ટી. સોનાણીએ પોતાનો પ૩મો જન્મદિવસ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે ઉજવ્યો