ફિલ્મ નિર્માતા કરણ જોહર ફેશનના મામલે દરેક લેટેસ્ટ અપડેટ રાખવાની સાથે સાથે નવી નવી ટેકનોલોજીના મામલે સૌથી આગળ રહે છે. તેઓ પોતાના મોબાઇલને હમેંશા સાથે રાખે છે. સાથે સાથે પોતાના મોબાઇલ ફોનને કોઇને ક્યારેય આપતા નથી. કરણ જોહરે આ સંબંધમાં વાત કરતા કહ્યુ છે કે તેમના ફોનમાં હમેંશા કઇને કઇ ચાલતુ રહે છે જેથી ફોન કોઇને ક્યારેય આપતા નથી. કરણના કહેવા મુજબ ફોનને અન્યોથી દુર રાખવા માટે તેઓ ઇચ્છુક રહે છે. કરણ જોહરે કહ્યુ છે કે માત્ર રણબીર કપુરને જ તેમના ફોનનો પાસવર્ડ ખબર છે. માત્ર રણબીર કપુર જ ફોનને ઓપન કરીને ચેક કરી શકે છે. કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણના એક એપિસોડમાં જ્યારે આલિયા અને દિપિકા મહેમાન બનીને પહોંચ્યા ત્યારે પણ કરણે આ મુજબની વાત કરી હતી. એ વખતે આલિયા અને દિપિકાએ કરણ જોહરને ટીજ કરતા કહ્યુ હતુ કે કરણને એ વખતે મજા આવે છે જ્યારે રણબીર તેમના ફોનને લઇને ચેક કરે છે. સાથે સાથે ગોસિપ કરે છે. તમામ લોકો સારી રીતે જાણે છે ે રણબીર કપુર હાલમાં કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ બ્રહ્યાસ્ત્રમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ સાથે જોડાયેલા અનેક સીન અને પોસ્ટર સપાટી પર આવી ચુક્યા છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપુર ઉપરાંત આલિયા ભટ્ટ, મૌની રોય અને અમિતાભ બચ્ચનની ભૂમિકા છે. રણબીર કપુર હાલમાં આલિયા ભટ્ટના પ્રેમમાં છે. આલિયા અને રણબીરની ફિલ્મ ક્રિસમસના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને તૈયારી કરી લેવાઇ છે.