વિરાટ કોહલીનો રેકોર્ડ અદ્ભુત, હું તેને બોલિંગ નહીં કરૂઃ શેન વોર્ન

552

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી, મહાન સચિન તેંડુલકરથી સારો છે કે નબીં, તેના પર ચર્ચા લગભગ ક્યારે પૂરી થાશે અને આ વચ્ચે આ મામલામાં સવાલ પૂછવા પક ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર અને હાલના સમયમાં રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર શએન વોર્ને મજાકમાં કહ્યું કે, તે આ બંન્ને ભારતીય બેટ્‌સમેનો સામને બોલિંગ કરવા ઈચ્છતો નથી. વોર્ને આઈપીએલને લઈને રાજસ્થાન ટીમની તૈયારીઓ દરમિયાન વાતચીતમાં કહ્યું કે, તેનું માનવું છે કે વિવ રિચર્ડસ સર્વશ્રેષ્ઠ એકદિવસીય બેટ્‌સમેન હતા અને તે કોહલી વિશે મંતવ્ય ત્યારે બનાવશે જ્યારે તેનું (કોહલી)નું કરિયર સમાપ્ત થઈ જશે. વોર્ને કહ્યું, ૯૦ના દાયકાના મધ્યમાં સચિન અને બ્રાયન લારાનો ક્લાસ બાકી બધા કરતા ઉપર હતો. બાદમાં તેનું કરિયર આવું ન હતું પરંતુ ૧૯૯૪-૯૫થી ચારથી પાંચ વર્ષ દરમિયાન આ બંન્નેનો ક્લાસ સૌથી ઉપર હતો.

Previous articleકેટ મોસ કેટલીક વખત શોષણનો શિકાર થઇ છે
Next article૨૦૨૦ ફૂટબોલ ફીફા વર્લ્ડકપ માટે ભારત યજમાન બનશે