૨૦૨૦ ફૂટબોલ ફીફા વર્લ્ડકપ માટે ભારત યજમાન બનશે

652

આગામી ૨૦૨૦માં યોજાનારા ફૂટબોલનાં ફીફા વર્લ્ડકપમાં ભારત અંડર – ૧૭ મહિલા ફૂટબોલની યજમાની કરશે. અમેરિકાના મિયામીમાં યોજાયેલી ફીફા કાઉન્સિલમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફીફા વુમન્સ વર્લ્ડકપ કાઉન્સિલનાં ઓફિસિઅલ ટિ્‌વટર એકાઉન્ટ ઉપર પણ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ’’કન્ફર્મઃ ભારતીય ફૂટબોલ ૨૦૨૦ અંડર-૧૭ વુમન્સ ફૂટબોલ વર્લ્ડકપની ભારત યજમાની કરશે.’’

ફીફાની ભારતમાં આ બીજી ટૂર્નામેન્ટ છે. તેના પહેલાં ભારત ૨૦૧૭માં અંડર- ૧૭ પુરૂષ ફૂટબોલ વર્લ્ડકપની યજમાની કરી ચૂક્યું છે. આ ટુર્નામેન્ટના સફળ આયોજન પછી ફરીથી ભારત ઉપર ભરોસો રાખી ફીફા કાઉન્સિલે ફરીથી તક આપવાનો નિર્ણય કર્યો છે. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (એઆઈએફએફ)નાં અધ્યક્ષ પ્રફુલ પટેલે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, અમે આ ઈવેન્ટને ખૂબ સફળ બનાવીશું. ટિ્‌વટ કરી તેમણે જણાવ્યું હતું કે, ’’ફીફી અંડાર-૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડકપ ૨૦૨૦ના આયોજનની જવાબદારી મળવી એ ખૂબ ગૌરવ અને સન્માનનીય બાબત છે.’’

ફીફા અંડર-૧૭ પુરૂષ વર્લ્ડકપ ટુર્નામેન્ટના નિર્દેશક ઝેવિયર સેપ્પીએ પણ ભારતને મળેલી આ તકને વધાવી છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, ’’ભારત અને મહિલા સ્પોર્ટસ માટે આ સારા સમાચાર છે.’’

Previous articleવિરાટ કોહલીનો રેકોર્ડ અદ્ભુત, હું તેને બોલિંગ નહીં કરૂઃ શેન વોર્ન
Next articleવિચાર્યું નહોતુ કે હરભજન સાથે દોસ્તી થશેઃ પૉન્ટિંગ