લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન થયું હતું ત્યાર બાદ પ્રથમવાર ફડણવીસ અને ઉધ્ધવ ઠાકરે એક સાથે નજરે પડ્યા હતા.
મુખ્યમંત્રી ફડણવીસે પોતાના ભાષણમં જોશ ઉમેરતા કહ્યું કે ભાજપ-શિવસેના ગઠબંધન અભેદ્ય છે. લાખ પ્રયાસો કર્યા પછી પણ તેને તોડી શકાશે નહીં. આ ફેવિકોલનું જોડાણ છે. આ માત્ર ચૂંટણીઓ માટે અને સત્તા માટે નથી, આ વિચારોનું ગઠબંધન છે. તેથી જ ગઠબંધન ટક્યુ છે અને ભવિષ્યમાં પણ રહેશે. સત્તા આવશે, અને જશે પરંતુ દેશ મહત્વપૂર્ણ છે. આ એક નવું ભારત છે.
બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં શિવ સૈનિકો સમક્ષ ’ગઠબંધન કેમ’ પર સ્પષ્ટતા આપી હતી. ઉદ્ધવે કહ્યું કે “હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે પણ નરેન્દ્રભાઈ કહીને બોલાવું છું. ગઠબંધનમાં રહીને પણ અમારા જે સંઘર્ષ થયા તેણે વિકાસને ક્યારે અટકાવ્યો નથી. જાહેર મુદ્દાઓ રજૂ કરાયા અને તેના ઉકેલો પણ આવ્યા છે. શિવસેના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ વ્યક્તિગત ન હતા. દેશના સારા માટે અમે સાથે આવ્યા છીએ. જો ગઠબંધન ન થયું હોત, તો કોને લાભ થતો? આતંકવાદીઓ સામે ઝુકી જનાર પહેલા જેવી સરકાર અમને નથી જોઇતી. પહેલા હિન્દુ હોવું એ અપમાનજનક બન્યું હતું. હું શિવસેના-ભાજપને ઓળખતો નથી, હું ફક્ત ભગવાને ઓળખું છું. હિન્દુત્વનું સન્માન કરનાર વડાપ્રધાન જોઇએ છે.