આતંકી મસૂદ અઝહર  વિરુદ્ધ અમે સંપૂર્ણ તૈયાર છીએ : આર્મી ચીફ રાવત

492

પુલવામા આતંકી હુમલાના ગુનેગાર આતંકી મૌલાના મસૂદ અઝહર પર ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટરૂપે અને જાહેરમાં કહ્યું છે કે, આતંકવાદી મસૂદ અઝહર વિરૂદ્ધ અમે સંપૂર્ણ તૈયારી કરી ચુક્યા છીએ. અમે આ ઓપરેશન સાથે સંબંધીત બાબતો જાહેર ના કરી શકીએ.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સેના સક્ષમ છે અને તે દરેક પ્રકારનો પડકાર ઉઠાવવા સક્ષમ છે. સૈન્ય લોકોના કહેવા પ્રમાણે કામ નથી કરતી. તેવી જ રીતે સેનાની કાર્યવાહીને રાજકારણ સાથે ના જોડવામાં આવે.

ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે તાજેતરમાં જ મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પો પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય સેના મ્યાનમારની સેનાની હંમેશા આભારી રહેશે કારણ કે તેના સહયોગથી અમે સંયુક્ત સૈન્ય અભિયાનને અંજામ આપી રહ્યાં છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયેલા ઉગ્રવાદીઓની સંખ્યા જાહેર કરવી યોગ્ય બાબત નથી. બંને દેશોની સેનાએ સાથે મળીને કામ કરી રહી છે જેથી આતંકી અને ઉગ્રવાદીઓ પોતાની ગતિવિધિઓ માટે અમારી જમીનનો ઉપયોગ ના કરી શકે.

એક તરફ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસ કરી રહી છે, તો બીજી બાજુ ભારતના સેનાધ્યક્ષે મસૂદને લઈને કહ્યું છે કે, આતંકવાદી મસૂદ અઝહર વિરૂદ્ધ અમે સંપૂર્ણ તૈયારી કરી ચુક્યા છીએ. જોકે આ ઓપરેશનની જાણકારી અમે આપીએ ના શકીએ. અમારી પાસે મસૂદને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. સેનાધ્યક્ષનું આ નિવેદન મહત્વનું માનવામાં આવે છે.

Previous articleશંકરસિંહ અને મહેન્દ્રસિંહ બંન્ને જુદા જુદા પક્ષમાંથી ચૂંટણી લડશે
Next articleનિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ફન વીથ કેમેસ્ટ્રીનો કાર્યક્રમ યોજાયો