ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ લોકસભા ચૂંટણીનો ખૂબ જ આક્રમક અંદાજમાં પ્રચાર શરૂ કરી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટિ્વટર હેન્ડલ પરથી એક વીડિયો રજૂ કરી ‘મેં ભી ચોકીદાર’ મુહિમની શરૂઆત કરી છે. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. વીડિયોના અંતમાં ૩૧મી માર્ચના રોજ સાંજે ૬ વાગ્યે પીએમ મોદી સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે.
જ્યારે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયુ ત્યારે ભાજપ તરફથી ચા વાળાના નારાને આખા દેશમાં ગૂંજતો કરવામાં આવ્યો હતો. અને ત્યારના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ દેશભરમાં ચૂંટણી સભાઓમાં ‘એક ચાવાળો’ સંબોધનથી વિપક્ષ પર આક્રમક પ્રહારો કર્યા હતા. ત્યારે હવે ૨૦૧૯ની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યુ છે ત્યારે ભાજપે નવો નવો મેં ભી ચોકીદારની શરુઆત કરી છે. પીએમે ટ્વીટ કરી કહ્યું , ‘તમારો ચોકીદાર ડગ્યા વગર ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ અહીં હું એકલો નથી. દરેક વ્યક્તિને ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બુરાઇથી લડી રહ્યો છું તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યા છે
પીએ મોદીએ ટિ્વટર પર ૩.૪૫ મિનિટનો વીડિયો રજૂ કર્યો છે. આ વીડિયોમાં સરકારના કામોને પણ દેખાડ્યા છે. વીડિયોના અંતમાં પણ ચોકીદાર મુહિમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૩૧મી માર્ચના રોજ સાંજે ૬ વાગ્યે જોડાવાનું આહ્વાન કર્યું છે. આ કેમ્પેઇનમાં જોડાનારને પીએમ મોદી વ્યક્તિગત રીતે જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ‘ચોકીદાર ચોર હૈ’ના આરોપ મૂકતા રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ તેની સામે કેમ્પેઇન કર્યું લોન્ચ.
રેલીઓ અને રોડ શો દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર રાફેલ ફાઇટર ડીલનો ઉલ્લેખ કરીને મોદી ભ્રષ્ટાચારી હોવાનું જણાવે છે. રાહુલ ગાંધી લોકો પાસે એવા નારા પણ બોલાવડાવે છે કે ચોકીદાર ચોર હૈ. રાહુલ ગાંધીનું મોદી (ચોકીદાર) ચોર છે એવું કહેવું ઘણાંને સહ્ય નથી. તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજય સુરક્ષા રક્ષક યુનિયને પોલીસને ફરિયાદ આપીને જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે એવું કહીને તમામ ચોકીદારોનું અપમાન કર્યું છે અને તેથી તેમની સામે કેસ દાખલ કરવામાં આવે.