નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ફન વીઝ કેમેસ્ટ્રીનો કાર્યક્રમ તાજેતરમાં વી.પી.એમ.પી. પોલીટેકનીક કોલેજ, સેક્ટર-૧૫ ખાતે યોજાયો હતો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં રોજીંદા જીવનમાં વપરાતા વિવિધ રસાયણો અંગની વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. ઉપરાંત થતી રાસાયણિક પ્રક્રિયાથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડો.અનીલભાઇ પટેલ, વી.પી.એમ.પી કોલેજના એમ.પી.પટેલ, આચાર્ય આનંદભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.