લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે દેશમાં કોંગ્રેસ તરફી માહોલ છે અને કોંગ્રેસ ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર વિજય મેળવશે. તેમણે જણાવ્યું હતું કે અમે સૌને સાથે લઈને ચાલીશું
રાજીવ સાતવે કહ્યું, “ અમે પાછલા ૬ મહિનાથી અમે બૂથ સંગઠન પર કામ કરી રહ્યાં હતા. જિલ્લા અને બ્લોક સ્તરની કામગીરી કરી છે. અમે જિલ્લા બ્લોક સ્તરના નેતાઓ સાથે વાતચીત કરી હતી. અમે કાર્યકર્તાઓ પાસેથી રિપોર્ટ લીધો હતો. કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ યોજાઈ ત્યારબાદ રાહુલજી અને પ્રિયંકાજીની સભા થઈ અને માહોલ કોંગ્રેસ તરફી થઈ ગયો છે. અમે તો ૪ ઉમેદવારો જાહેર કર્યા છે, ભાજપ પાસે તો ઉમેદવારોની યાદી નથી. જે સહયોગીથી જીતી શકે તેમ છે, તેમને યુવાનો અને સીનિયર લીડરને ચાન્સ મળશે. ૨૦૧૭નું પરિણામ ૧૯૮૫થી વધુ સારુ રહ્યું છે.” રાજીવ સાતવે વધુમાં જણાવ્યું, “અમારી ટીમે શહેરી વિસ્તારમાં જે ઉણપ હતી તેનું વિશ્લેષણ કરી અને અમે એક વર્ષ અગાઉથી જ કામ કર્યું છે. અલ્પેશ હોય કે હાર્દિક પટેલ હોય જે કોઈ કોંગ્રેસમાં જોડાય તે કોંગ્રેસ પરિવારનો જ હિસ્સો છે, સૌને ન્યાય મળશે સૌની લાગણીનું ધ્યાન રાખવામાં આવશે. અમે સૌને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ. ”