કથીરમાંથી કુંદન….

862

ભારતભૂમિ અધ્યાત્મની ભૂમિ છે, સાધનાની ભૂમિ છે, સાધુઓની ભૂમિ છે. સમયે સમયે અનેક ઋષિઓએ ભારતભૂમિ પર જન્મ ધરીને આ ભૂમિની ગરિમા વધારી છે. પછી એ ઉપનિષદના કાળના મહર્ષિ યાજ્ઞવલ્ક્ય હોય કે મહર્ષિ ઉદ્દાલક, મહર્ષિ અરુણ કે પછી મહર્ષિ પંચશિખ, નચિકેતા કે સનકાદિક. અને આવા અનેક ઋષિઓના સંવાદો આજે હજારો વર્ષો પછી આધ્યાત્મિકતાના ઊંડાણનો અનુભવ કરાવે છે. આવા મહાન સંતોની સેવા, દર્શન અને પ્રસંગ માનવીના હૃદયમાં આધ્યાત્મિકતાની જ્યોત પ્રગટાવે છે, માનવને સાચો માનવ બનાવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રસિદ્ધ તત્વચિંતક સર્વપલ્લી રાધાકૃષ્ણનજી સંતનો મહિમા વર્ણવતા કહે છે, “ર્‌ઙ્ઘટ્ઠઅ ુી ઙ્મૈદૃી ૈહ ંરી ર્જષ્ઠૈીંઅ ર્હં હ્વીષ્ઠટ્ઠેજીર્ ક જષ્ઠૈીહૈંકૈષ્ઠ ૈહદૃીહર્ૈંહ હ્વેં હ્વીષ્ઠટ્ઠેજીર્ ક ંરી જટ્ઠૈહંજ ુર્ર ઙ્મૈદૃી ૈહ ંરી ર્જષ્ઠૈીંઅ.” અર્થાત્‌ આજે આપણે સમાજમાં સુખ શાંતિપૂર્વક જીવી શકીએ છીએ તેનું કારણ વૈજ્ઞાનિક આવિસ્કારો નથી પરંતુ એવા સંતો જ છે જેઓ આપણી વચ્ચે રહે છે. ખરેખર, સાચા સંત જ આપણને જન્મ-મરણરૂપ માયાના પ્રવાહમાંથી ઉગારી શકે છે, આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી શકે છે અને આપણો આત્યંતિક મોક્ષ કરી શકે છે.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં સંતનો મહિમા જણાવતાં કહે છે, “અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો તે નાશ પામે છે.”(ગ.પ્ર.૫૮) આ લોકની કોઈ ગંભીર બીમારી હોય તો તેને ડૉક્ટર દૂર કરી શકે છે પરંતુ મલિન સંસ્કારને દૂર કરવાની મેડીસિન હજી કોઈ બનાવી શક્યું નથી અને શક્ય પણ નથી. કારણ કે, આ બીમારી દવાથી દૂર થતી નથી પરંતુ સાચા સંતની દુવાથી દૂર થાય છે. વચનામૃતમાં કહેલ મોટાપુરુષ એટલે ગુણાતીત સત્પુરુષ. આવા સંતના સ્પર્શે કંઈક કથીરો કુંદન બન્યા છે, કંઈક વાલીયાઓ વાલ્મીકિ બન્યા છે, કંઈક નાસ્તિકો આસ્તિક થયા છે. સંતના યોગે હાથમાં ભાલા લઈ ફરનારાઓ માળા લઈ ફરે છે, લોકોને સતાવાનું છોડી લોકોને સહાય કરે છે.
એક સાચા સંતના યોગથી કેવુ પરિવર્તન શક્ય બને છે તે પ્રસંગ દ્વારા જાણીએ. વાત છે સાબરકાંઠાના આદિવાસી પ્રદેશના વાલિયા નામધારી માથાભારે માણસની! રામાયણના રચયિતાનું પૂર્વવૃત્તાંત યાદ અપાવે તેવો જ આ વાલિયો હતો. પોશીના ગામમાં ભરબપોરે દારૂ પીધેલી લાલ આંખો સાથે વાલિયાનો પ્રવેશ થાય અને જે દુકાન સામે નજર માંડીને જોવે તે દુકાનનો રાત્રે સત્યાનાશ નક્કી! એટલે કે રાત્રે તે દુકાન લૂંટાઈ જ ગઈ હોય. માલધારીઓના ઘેટાં પણ ઉજાણી માટે નિર્દયતાથી લૂંટી લેતો. એકવાર તો ઘેટાંની સેંકડોની લૂંટ પછી પોલીસ પહોંચી તો ફક્ત ૫૦ કિલો જ કાચું માંસ મળ્યું. બાકીના ઘેંટા ને માંસનું શું થયું તેની ખબર પડી નથી. પોલીસ પણ જેનાથી ડરતી હોય તેને કોણ સુધારી શકે?
પરંતુ મહાન સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના સ્પર્શે આ વાલિયો હવે વાલાભાઈ તરીકે ઉજ્જવળ જીવન જીવે છે. વાલાભાઈ પોતાની સ્વાનુભૂતિ કહે છે, “અમારું જીવન પશુ જેવું હતું. અમારી ૬૦ જણાની ટોળકીને પકડવાની કોઈ હિંમત કરતું નહીં. પણ હવે શાંતિ…ખૂબ શાંતિ છે. પ્રમુખસ્વામીએ કહેલું એટલે અમે નિયમ લીધો કે મહેનત કરીને ખાવું પણ હરામનું ભેગું ન કરવું.”
પ્રમુખસ્વામી મહારાજના સંગે એવા કેટલાય પ્રસંગો આજે પણ સમાજને એક આશ્ચર્ય ઉપજાવે છે. આવા સાચા સંતો સમાજને સાચી રાહ બતાવે છે. દૂષણોના દાવાનળમાંથી સમાજને ઉગારે છે. નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં કહે છે,
બીજા ગુણવાન તો ઘણા મળશે,
પણ નહિ મળે હરિના મળેલ.
નિષ્કુળાનંદ એવા સંત સંબંધે,
અનંતના પાપ બળેલ.
અર્થાત્‌ ‘બીજા ગુણવાન ઘણા મળશે પણ આપણા મલિન સંસ્કાર દૂર કરનાર, આપણા પાપને બાળનાર બહુ નહી મળે.’
વાલિયા જેવાના પ્રસંગો આપણને સમજાવે છે પ્રમુખસ્વામી મહારાજ જેવા સાચા સંતની સમાજને ખૂબ આવશ્યકતા છે. કારણ કે, આવા મહાન સંતો જ લોકોને વ્યસનના વંટોળામાંથી, દૂષણોના દાવાનળમાંથી અને વહેમના વાયરામાંથી છોડવી શકે છે. તો આપણે પણ નિર્ણય કરીએ કે, પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતના શરણે જઈને આપણું જીવન ઉજ્જવળ બનાવીએ.(ક્રમશઃ)

Previous articleવરતેજથી ચોટીલા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન
Next articleભાજપની ટિકિટ વહેંચણીઃકોણ મૂરજાશે કોણ મહાલશે?